Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

કોડીનારઃ અઢી લાખના બાઇક સહિત રોકડની લૂંટ કરનાર ત્રણેય આરોપીઓ ઝડપાયા

ગીર સોમનાથ ક્રાઇમ બ્રાંચની ટીમે સાગર ચાવડા, નદીમશા ઉમરસા અને ઋત્‍વિક ચુડાસમાને ઝડપી લીધા

કોડીનારઃ આ બનાવની વિગત એવી છે કે તા.૪/૭ના રાત્રી ના ૧૦ વાગ્‍યા આસપાસ વેરાવળ કોડીનાર હાઈવે પર ન્‍યુએરા ટોકીઝ પાસે અમુક અજાણ્‍યા લોકોએ ફરિયાદી કોમલભાઈ વેલજીભાઈ કોટીયા ખારવા રે. વણાકબારા દિવ વાળાની K T M કંપની ની R C ૨૦૦ મોડલની મોટરસાયકલ જેની કિંમત ૨.૩૭.૦૦૦ તથા ૧૦૦૦ રોકડ ની લૂંટ કરી ગાળો દઈ મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયેલ જે બાબતે કોમલ ભાઈએ કોડીનાર પોલીસમાં લૂંટની ફરિયાદ કરવામાં આવેલ બનાવને ગંભીરતા જોતા જુનાગઢ રેન્‍જ ડીઆઈજી મનીંદરસિંહ પવાર તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા એ આ બનાવના આરોપીઓને તાત્‍કાલિક પકડીપાડવા એલસીબી ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર કે જે ચૌહાણ તથા ટ્રાફના માણસો સાથે આ લૂંટના આરોપીઓને તાત્‍કાલિક પકડી પાડવા માટે સમગ્ર જિલ્લામાં પેટ્રોલિંગમાં હતા.

આ દરમિયાન આ લુટ બાબતે બાતમી મળેલ છે તાલાળા માધુપુર ચોકડી પાસે ત્રણ અજાણ્‍યા શખ્‍સો નંબર વગરની મોટરસાયકલ પસાર થતાં તેને તુરંત જ રોકી પુછપરછ કરતા આ મોટરસાયકલ જે જોતા  કંપનીની આરસી ૨૦૦ મોડલની મોટરસાયકલ હોય અને આ મોટરસાયકલ કયાંથી લઈ આવેલ જે બાબતે કંઈ સંતોષકારક જવાબ ન આપતા જેથી આ ઇસ્‍સોમોને સઘન અને આકરી પૂછપરછ કરતા તેઓ આ મોટરસાયકલના વેરાવળ કોડ ના હાઇવે રોડ ઉપર ન્‍યૂએરા ટોકીઝ પાસેથી લૂંટ કરી નાખી નાસી ગયેલની કબુલાત કરતા ધોરણસર ની અટક કરી આરોપીઓના નામ પૂછતા (૧) સાગર કાનજીભાઈ કાળાભાઈ ચાવડા રે ૫૧૨ ક્‍વાર્ટર કોડીનાર (૨) નદીમશા બાપુશા ઉમરસા બાનવા રે કોડીનાર ઉના જાપા ઝુપડપટ્ટી (૩) ઋત્‍વિક ભાઈ મૂળજીભાઈ અરજણભાઈ ચુડાસમા રે કોડીનાર ઉના રોડ આ ત્રણેય આરોપીઓને પકડી ધોરણસરની અટક કરી કોડીનાર પોલીસને સોંપેલ છે.

(10:54 am IST)