Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

મોરબીમાં સ્‍વચ્‍છ વિદ્યાલય પુરસ્‍કાર સમારોહ : હળવદની સરકારી શાળા નં. ૪ને પાંચ એવોર્ડ

હળવદ તા. ૭ : મોરબી જિલ્લાનો તમામ શાળાઓનો સ્‍વચ્‍છ વિદ્યાલય પુરસ્‍કાર અર્પણ સમારોહ યોજાયો હતો.જેમાં સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા દર વર્ષે સ્‍વચ્‍છ વિદ્યાલય પુરસ્‍કાર શાળાઓને આપવામાં આવે છે.આ અભિયાન હેઠળ તમામ શાળાએ પોતાની શાળાઓની સ્‍વચ્‍છતા અંગેના ફોટોસ અને જરૂરી સ્‍વચ્‍છતા નિયમો પાલન હોય તેવા ફોટા ઓનલાઇન મૂકવાના હોય છે. જેના આધારે શાળાઓને ગુણ આપી ક્રમાંક આપવામાં આવે છે.અને રોકડ પુરસ્‍કારથી સન્‍માનિત કરવામાં આવે છે. જેમાં હળવદની શાળા નં.૪ને પાંચ કેટેગરીના પાંચ એવોર્ડ એનાયત કરવામાં આવ્‍યા હતા.

જેમાં શરૂઆતના તબક્કે સમગ્ર રાજયની શાળાઓની સાથે મોરબી જિલ્લાની તમામ સરકારી અને ખાનગી પ્રાથમિક શાળા મળીને ૮૨૬ શાળાઓએ પોતાની શાળાનું સ્‍વચ્‍છતા અંગેનું સ્‍વ મૂલ્‍યાંકન કરી ઓનલાઈન વિગતો ફોટા,વિડિઓ વગેરે અપલોડ કરી સ્‍વચ્‍છ વિદ્યાલય પુરસ્‍કાર માટે પોતાનું નામાંકન કર્યું હતું.ત્‍યાર પછી ઓનલાઈન ડેટાના આધારે સૌથી વધુ ગુણાંક ધરાવતી શાળાઓનું ૨૬ જેટલા બાહ્ય મૂલ્‍યાંકનકારો દ્વારા સ્‍થળ તપાસ કરી ૯૦ થી ૧૦૦ ગુણાંકની વચ્‍ચે ગુણાંક મેળવેલ કુલ ૩૬ ફાઈવ સ્‍ટાર ધરાવતી શાળાઓની પસંદગી કરવામાં આવી હતી.

જે પૈકી ઓલ ઓવર કેટેગરી ટોયલેટ સફાઈ, હેન્‍ડવોશ સફાઈ,બી હેવીયર ચેન્‍જ, કોવિડ-૧૯ ઓપરેશન મેઇન્‍ટેનેશ, વોટર સફાઈ વગેરે આ રીતે ઓલ ઓવર કેટેગરીમાં ગ્રામ્‍ય કક્ષાએ હળવદની પાંડાતીરથ શાળાને પ્રથમ નંબર પ્રાપ્ત થતા રૂ.૧૫૦૦૦, ટંકારા તાલુકાની પ્રભુનગર શાળાને દ્વિતિય નંબર પ્રાપ્ત થતા રૂ.૧૨૦૦૦ અને મોરબી તાલુકાની જેપુર શાળાને તૃતીય નંબર પ્રાપ્ત થતા રૂ.૧૦૦૦૦ તેમજ શહેરી કક્ષાએ પ્રથમ નંબર હળવદની શાળા નંબર ૪ ને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થતા રૂ.૧૫૦૦૦ તેમજ સબ કેટેગરી બી હેવીયર ચેન્‍જ પ્રથમ નંબર હળવદ શાળા નંબર ૪ ને રૂ.૭૦૦૦ હેન્‍ડવોશમાં પ્રથમ નંબર હળવદ શાળા નંબર ૪ ને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થતા રૂ.૭૦૦૦ ટોયલેટ સ્‍વચ્‍છતામાં પ્રથમ ક્રમાંક હળવદ શાળા નંબર પ્રાપ્ત થતા રૂ.૭૦૦૦ અને વોટર સફાઈમાં પણ હળવદ શાળા નંબર -૪ ને પ્રથમ નંબર પ્રાપ્ત થતા રૂ.૭૦૦૦/- આમ સબ કેટેગરીમાં કુલ ૪ અને ઓલ ઓવર કેટેગરીમાં એક એમ કુલ પાંચ એવોર્ડ શાળા નંબર- ૪ પ્રાપ્ત કર્યા હતા.

આ ઉપરાંત સબ કેટેગરીમાં મેરૂપર શાળાને કોવિડ-૧૯ રિસ્‍પોન્‍સ અને તૈયારીમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થતા રૂ.૭૦૦૦ તેમજ મિતાણા શાળાને ઓપરેશન ્રૂ મેઇન્‍ટેનશ માટે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થતા રૂ.૭૦૦૦ ની ધનરાશી તેમજ પ્રમાણપત્રો અર્પણ કરવામાં આવ્‍યા હતા તેમજ અન્‍ય ૨૮ જેટલી સબ કેટેગરીમાં સ્‍વચ્‍છતામાં ફાઈવ સ્‍ટાર પ્રાપ્ત કરનાર શાળાને પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્‍યા હતા. સાર્થક વિદ્યાલયને જુદી જુદી ત્રણ કેટેગરીમાં ફાઈવ સ્‍ટાર પ્રાપ્ત થતા શાળામાં સ્‍વચ્‍છતા કર્મીઓને હાથે એવોર્ડ લેવડાવ્‍યો હતો. આ કાર્યક્રમમાં જયંતીભાઈ પડસુંબિયા ચેરમેન કારોબારી સમિતિ જી.પ.મોરબી પ્રવિણભાઈ સોનગ્રા ચેરમેન શિક્ષણ સમિતિ મોરબી, ડીપીઈઓ ભરતભાઈ વિડજા ડી.ઓ.નિલેશભાઈ રાણીપા તેમજ જે.એમ.કતીરા જિલ્લા આરોગ્‍ય અધિકારી, તેમજ પ્રાથમિક, માધ્‍યમિક અને ઉચ્‍ચ માધ્‍યમિક શાળાના શિક્ષકોના સંગઠનના પ્રમુખ અને મંત્રીઓ,સી.આર.સી બી.આર.સી.તેમજ સમગ્ર શિક્ષા અભિયાનનો સમગ્ર સ્‍ટાફે ઉપસ્‍થિત રહ્યા હતા. મહાનુભાવોએ તમામ શાળાઓને અભિનંદન અને શુભેચ્‍છાઓ પાઠવી હતી કાર્યક્રમનું સફળ સંચાલન દિનેશભાઈ વડસોલા અધ્‍યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબીએ કર્યું હતું,કાર્યક્રમને સફળ બનાવવા પ્રવિણભાઈ ભોરણીયા ડેપ્‍યુટી ડી.પી.સી. સમગ્ર શિક્ષા અભિયાન મોરબીએ જહેમત ઉઠાવી હતી.

(10:38 am IST)