Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

સુરેન્‍દ્રનગરમાં મનરેગા કર્મચારી સંગઠનની હડતાલ

વઢવાણ તા. ૭ : સુરેન્‍દ્રનગર જિલ્લા મનરેગા કર્મચારીઓની વિવિધ માંગો સરકાર સમક્ષ ઘણા સમયથી પૂર્ણ ન થતા રોષની લાગણી ફેલાઇ હતી. આથી જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી પડતર માંગણીનો હકારાત્‍મક ઉકેલ નહીં આવે ત્‍યાં સુધી હડતાલ પરઉતર્યાની મનરેગા કર્મચારી સંગઠને જાણ કરી હતી.

રાજય મનરેગા કર્મચારી સંગઠને વિવિધ માગોને લઇ અનિヘતિ કાળ સુધી હડતાળ પર ઉતરવા અંગે જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી હતી. જેમાં જણાવ્‍યા મુજબ મનરેગા યોજના હેઠળ ૧૧ માસ કરાર આધારિત કર્મચારીઓ ૧૦ વર્ષ કરતા વધુ સમયથી ભરતી પ્રક્રિયા મુજબ ઇન્‍ટરવ્‍યુ અને સ્‍પર્ધાત્‍મક પરીક્ષા આપી નિમણૂક મેળવી ફરજ બજાવીએ છીએ. જેમાં કોરોનાકાળથી અત્‍યાર સુધી સરકારની વિવિધ યોજનાનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચે માટે કામ કરે છે.

સંગઠને કર્મચારીઓના વિવિધ પ્રશ્ને રજૂઆત કરવા છતાં હજુ સુધી ઉકેલ આવ્‍યો નથી. આથી લેખિત જાણ કરી જયાં સુધી પ્રશ્નોનો હકારાત્‍મક ઉકેલ ન આવે ત્‍યાં સુધી અચોક્કસ મુદતની હડતાલમાં ગયા હતા. જેમાં મનરેગા કર્મીઓને પંચાયત સેવા કાયમી કર્મચારી સમાન વર્ગમાં સમાવેશ કરવા, કર્મચારીના પ્રોવિડન્‍ડ ફંડમાં ખાતા ખોલાવવા નિયમિત પગાર આપવા, ચૂકવવા પાત્ર બાકીના વર્ષ તથા ચાલુ વર્ષના ૧૫ ટકા વાર્ષિક ઇજાફા મંજૂર કરી તફાવત સાથે ચૂકવવા અને દર વર્ષે નિયમિત ઇજાફા ચૂકવવા, જિલ્લાવાર કર્મીઓના પગારમાં વિસંગતતા દૂર કરી સમાન પગાર ધોરણ નક્કી કરવું, આઉટ સોર્સિંગથી ભરતી બંધ કરી નિયમિત કર્મચારીઓની કરવી તથા આઉટસોર્સમાં કામ કરતા લોકોને સમાન કામ સમાન વેતન પગાર ધોરણ આપવા માગ કરી હતી.F

(10:38 am IST)