Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

મોરબી જિલ્લામાં દારૂબંધીના લીરેલીરા ઉડ્યા : 13 સ્થળોએ દેશી દારૂ વેંચતા શખ્સો ઝડપાયા

જીલ્લાભરમાંથી દારૂની દુષણ ડામવા પોલીસે કમર કસી

મોરબી :  ગુજરાત રાજ્યમાં દારૂબંધી હોવા છતાં રોજ બરોજ દારૂ અંગેના કેસ નોંધાઇ રહ્યા છે. મોરબી જિલ્લામાં દેશી દારૂનું બેફામ વેચાણ થઇ રહ્યું છે. જીલ્લાભરમાંથી દારૂની દુષણ ડામવા પોલીસે કમર કસી છે. જ્યાં તાજેતરમાં 13 સ્થળોએ દેશી દારૂ વેંચતા શખ્શો ઝડપાયા છે.
પ્રથમ કિસ્સામાં મોરબીમાં આરોપી દેવીસિંહ ઉર્ફે લાલભા પંચાણજી ઝાલા ભડીયાદ ગામ ની સીમ રામાપીર ના ઢોરા પાસે પોતાના કબ્જામાં પ્લા.ના બાચકામાં દેશી પીવાનો દારૂ ભરેલ પારદર્શક કોથળીઓ નંગ-૪૫ દેશીદારૂ લી-૦૯ કિ.રૂ. ૧૮૦ નો વેંચાણ કરવાના ઇરાદે રાખી મળી આવ્યો હતો. બીજા કિસ્સામાં મોરબીમાં મહિલા આરોપી વનીતાબેન અશોકભાઇ વરણીયા ત્રાજપરગામ, ચોરા પાસે પોતાના કબ્જામા દેશી પીવાના દારૂ કેફી પ્રવાહી ભરેલ પ્લા. ની કોથળી આશરે ૨૫૦ મીલી ની નંગ-૩૨ દારૂ લીટર-૦૮ કી.રૂ.૧૬૦ નો રાખી રેઇડ દરમ્યાન મળી આવી હતી.
ત્રીજા કિસ્સામાં મોરબીમાં આરોપી હાજીભાઇ સિદીકભાઇ ખોડ વેજીટેબલ રોડ, અરૂણૉદય નગર સર્કલ પાસે પોતાના કબ્જામા દેશી પીવાના દારૂ કેફી પ્રવાહી ભરેલ પ્લા. ની કોથળી આશરે ૨૫૦ મીલી ની નંગ-૨૦ દારૂ લીટર-૦૫ કી.રૂ.૧૦૦નો રાખી રેઇડ દરમ્યાન મળી આવ્યો હતો. ચોથા કિસ્સામાં મોરબીમાં આરોપી અમીતભાઇ પરસોતમભાઇ વરાણીયા ત્રાપજરગામ, ચોરા પાસે પોતાના કબ્જામા દેશી પીવાના દારૂ કેફી પ્રવાહી ભરેલ પ્લા. ની કોથળી આશરે ૨૫૦ મીલી ની નંગ-૨૮ દારૂ લીટર-૦૭ કી.રૂ.૧૪૦નો રાખી રેઇડ દરમ્યાન મળી આવ્યો હતો.
પાંચમા કિસ્સામાં વાંકાનેરમાં મહિલા આરોપી અમરીબેન વશરામભાઇ જખાનીયા સરતાનપર રોડ, સેન્સો ચોકડી પાસે ખુલ્લા પટ્ટમાં દેશી દારૂ લીટર-૭ કિ.રૂ.૧૪૦-નો વેચાણ કરવાના ઈરાદે પોતાના કબ્જામા રાખી મળી આવી હતી. છઠ્ઠા કિસ્સામાં વાંકાનેરમાં આરોપી માલાભાઇ શામજીભાઇ રાઠોડ લુણસરીયા ગામ નજીક આવેલ રેલ્વે ફાટક પાસે પોતાના કબ્જામાં દેશી દારૂ લીટર-૦૩ કિં.રૂ.૬૦ નો વેચાણ કરવાના ઇરાદે રાખી મળી આવ્યો હતો.

(10:31 am IST)