Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

મોરબીમાં રણછોડનગરમાંથી વિદેશીદારૂના જથ્થા સાથે 3 શખ્શો ઝડપાયા

પોલીસ તપાસમાં વધુ એક આરોપીનું નામ ખુલતા ધરપકડ કરવા તજવીજ

મોરબીમાં પોલીસે  રણછોડનગરમાંથી વિદેશીદારૂના જથ્થા સાથે 3 શખ્શો ઝડપાયા છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી એલ.સી.બી. પોલીસની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે,રણછોડનગર અમૃતપાર્ક ખાતે ૩ ઈસમો દારૂના જથ્થા સાથે પસાર થઈ રહ્યા છે. જેને પગલે પોલીસે ચોક્કસ બાતમીને આધારે મોરબી-૨ નવલખી રોડ રણછોડનગર અમૃતપાર્કમાં દરોડા પાડ્યા હતા. જ્યાં આરોપી મેહુલભાઇ ત્રિભોવનદાસ પુજારા,સાગરભાઇ કાન્તીભાઇ પલાણ લોહાણા અને જલ્પેશભાઇ ઉર્ફે જપો વિનોદભાઇ ખાખીની મેકડોવેલ્સ નં.૧ સુપરીયર વ્હીસ્કી કાચની બોટલો નંગ ૮૩ ની કિ.રૂ.૩૧૧૨૫/ સાથે મળી આવ્યા હતા. જેથી પોલીસે ત્રણેયની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં
વધુ એક આરોપી ભરતભાઇ જીવણભાઇ રબારીનું નામ ખુલ્યું હતું. જેથી તેની ધરપકડ કરવા પોલીસે તજવીજ હાથ ધરી છે.
આ કામગીરીમાં એમ.આર.ગોઢાણીયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI એન.બી ડાભી તથા PSI એન.એચ.ચુડાસમા તથા એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડ તથા AHTU તથા ટેકનીકલ ટીમ સહિતના કર્મચારીઓ જોડાયા હતા.

(10:27 am IST)