Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

મોરબીના ભરતનગરમાં બાઈક પર વિદેશી દારૂની હેરાફેરી કરતા ૨ ઝડપાયા.

મોરબીમાં ભરતનગર પાસે બાઈક પર ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા ૨ ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા છે અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ભરતનગર-પાવડીયારી કેનાલ તરફ એરીકસ પેપરમીલ પાસે મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ સમયે આરોપી કેશુભાઈ છનાભાઈ ખીમસુરીયા અને અલ્પેશભાઈ નાનજીભાઈ ચાવડા હિરો સ્પેલન્ડર જેના એન્જીન નંબર HA11EDN5D14541 તથા ચેસીસ નંબર MBLHAW124N5D65071 કિ રૂ.૨૫૦૦૦/-વાળામાં નીકળતા પોલીસે તેને અટકાવીને તેની તલાશી લેતા ભારતીય બનાવટના પરપ્રાંતીય વિદેશી દારૂની આઈસ મેજીક ગ્રીન એપલ ફોર સેલ ઈન હીમાચલ પ્રદેશ ૭૫૦ મીલીની કાચની કંપની સીલ પેક કુલ બોટલો નંગ-૪ કિ.રૂ.૧૨૦૦-નો મુદામાલ દારૂની હેરાફેરી અર્થે મળી આવ્યો હતો.
જેથી પોલીસે દારૂ અને બાઈક સહિત કુલ કિ.રૂ.૨૬૨૦૦ નો મુદામાલ જપ્ત કરીને પ્રોહી કલમ ૬૫(એ)(એ),૧૧૬-(બી),૮૧,૯૮(૨) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(10:18 am IST)