Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

વાંકાનેર નગરપાલિકાની લાપરવાહીના કારણે ગાય પાણીના વાલની કુંડીમાં પડી

ગૌપ્રેમી લોકો મદદે પહોંચ્યા અને પાઇપનો ઉપયોગ કરીને માંડ માંડ ગાયને બહાર કાઢી,

વાંકાનેર સરકારી તંત્રમાં લાપરવાહી અને બેદરકારી જોવા મળી છે વાંકાનેર સ્ટેચ્યુ પાસે આવેલી સરકારી હોસ્પિટલની બાજુમાં એક પાણીની કુંડી ઘણા સમયથી ખુલ્લી છે અને આ કુંડીમાં પાણી ભરેલું રહે છે. આ કુંડળીમાં એક ગાય રાત્રીના પડી ગઈ હતી તેમને બહાર નીકળવાની ખૂબ કોશીશ કરી. પણ નીકળી ન શકે આખી રાત ગાય કણસતી રહી ત્યારે સવારે લોકોના ધ્યાનમાં આવ્યું અને અમુક ખરેખર ગૌપ્રેમી લોકો આવ્યા અને પાઇપનો ઉપયોગ કરીને માંડ માંડ ગાયને બહાર કાઢી, ગાય બહાર નીકળતા જ જાણે કે જાન બચી હોય તેમ ભાગી હતી

નગરપાલિકાની આ પાણીની કુંડી (પાણીના વાલની કુંડી) માં પાણી ભરેલું રહે છે અને આ કુંડળીને નગરપાલિકાએ ન ઢાંકીને ઘોર બેદરકારી દાખવી રહી છે અત્રે એ ઉલ્લેખનીય છે કે આ કુંડીની બાજુમાં રેસીડન્ટ વિસ્તાર આવેલો છે ક્યારેક કોઈ બાળકની અકસ્માતે જાન જાય ન જાય ત્યાર પહેલા નગરપાલિકાનું વહીવટી તંત્ર આળસ ખંખેરે અને આ કુંડીને ઢાંકવાની તાત્કાલિક તજવીજ કરે તેવી સ્થાનિકોની માંગણી અને લાગણી છે

(11:56 pm IST)