Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

હળવદ માળિયા હાઈવે પર એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત : બંને વાહનોને નુકશાન

બનાવ અંગે એસટી બસના ચાલકે પોલીસ ફરિયાદ નોંધાવી

હળવદ માળિયા હાઈવે પર એસટી બસ અને એક ટ્રક અથડાયા હોય જે અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી જોકે અકસ્માતમાં એસટી બસ અને ટ્રકમાં નુકશાન થવા પામ્યું છે જે બનાવ અંગે એસટી બસના ચાલકે પોલીસ ફરિયાદ નોંધાવી છે
પંચમહાલ જીલ્લાના સુલીયાત હાલ સુરત સ્ટાફ ક્વાર્ટરમાં રહેતા ભારતસિંહ સોમાભાઈ ડામોર પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ટ્રક ટ્રેઇલર જીજે ૧૨ બીટી ૩૮૫૮ ના ચાલકે ટ્રક પુરઝડપે ચલાવી માળિયા હળવદ હાઈવે પર ફરીયાદી ભારતસિંહની સરકારી એસટી બસ જીજે ૧૮ ઝેડ ૩૧૮૩ સાથે અકસ્માત સર્જ્યો હતો જે અકસ્માતમાં એસટી બસમાં નુકશાન થયું હતું તેમજ ટ્રકમાં પણ નુકશાની થવા પામી હતી હળવદ પોલીસે અકસ્માતની ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

(11:51 pm IST)