Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

મોરબીના નીચી માંડલ નજીકથી બાઈકમાં દેશી દારૂ લઇ જતા બે શખ્શો ઝડપાયા : બાઈક અને દારૂ સહિતનો મુદામાલ જપ્ત

મોરબીના નીચી માંડલ નજીકથી બાઈકમાં દેશી દારૂ લઇ જતા બે શખ્શોને  ઝડપી લઈને પોલીસે બાઈક અને દારૂ સહિતનો મુદામાલ જપ્ત કર્યો છે

મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન નીચી માંડલ ગામ નજીકથી પસાર થતા બાઈક જીજે ૩૬ એબી ૦૬૩૬ ને રોકી તલાશી લેતા દેશી દારૂ ૫૦ લીટર કીમત રૂ ૧૦૦૦ મળી આવતા પોલીસે બાઈક અને દેશી દારૂ સહીત રૂ ૪૧૦૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે અને આરોપી પ્રદીપ વિનોદરાય સુરેલા રહે જોધપર (નદી) તા. મોરબી અને અશોક બાબુભાઈ સુરેલા રહે ભડિયાદ કાંટે મફતિયાપરા મોરબી એમ બે ઇસમોને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

(11:48 pm IST)