Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

મોરબીના લાતીપ્લોટમાં સિમેન્ટ રોડ અને વરસાદી પાણીના નિકાલ માટે ૨૦ કરોડનું અલગ પેકેજ મંજુર

લાતીપ્લોટમાં સિમેન્ટ કોન્ક્રીટ રોડ અને વરસાદી પાણીના નિકાલ માટે વર્ષો જુનો પ્રશ્ન ઉકેલાયો

મોરબીના લાતીપ્લોટ વિસ્તારમાં સિમેન્ટ રોડ અને વરસાદી પાણીના નિકાલ માટે રૂ ૨૦ કરોડનું અલગ પેકેજ ધારાસભ્ય બ્રિજેશ મેરજાના પ્રયત્નોથી મંજુર કરવામાં આવ્યું છે

મોરબીના નાના ઉદ્યોગકારો માટે મહત્વના એવા લાતીપ્લોટમાં સિમેન્ટ કોન્ક્રીટ રોડ અને વરસાદી પાણીના નિકાલ માટે વર્ષો જુનો પ્રશ્ન મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા સમક્ષ કલોક એસોના આગેવાનોએ રજૂઆત કરી હતી જે અંગે ધારાસભ્યએ પ્રભારી સૌરભભાઈ પટેલ સાથે વિગતે ચર્ચા કરીને જણાવ્યું હતું કે લાતીપ્લોટમાં ચોમાસામાં ઉદ્યોગ ચલાવતા નાના ઉદ્યોગકારો, માલવાહક વાહનો અને હાથલારીઓને બિસ્માર રસ્તાને કારણે અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે

જેથી વહેલી તકે સીસી રોડ અને સ્ટ્રોમ વોટર પાઈપ ડ્રેન નાખીને પ્રશ્ન તાકીદે ઉકેલવો જરૂરી છે જે અન્વયે પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ અને ચીફ ઓફિસર સાથે પરામર્શ કરીને સ્થાનિક કાઉન્સીલરની આ અંગેની લાગણીને ધ્યાને લઈને પ્રશ્ન ઉકેલવા પ્રયત્નો શરુ કર્યા હતા જેમાં લાતી પ્લોટ મેઈન રોડ, ક્રોસ રોડ અને અંદરની શેરીઓ સહીત તમામ રસ્તાઓ રૂ ૧૫ કરોડના ખર્ચે બનાવવા મંજુર કરાયા છે અને રૂ 4 કરોડ ૫૩ લાખના ખર્ચે લાતીપ્લોટના વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર પાઈપ ડ્રેન નાખવામાં આવશે જે સીસી રોડ અને વરસાદી પાણીના નિકાલના કામોની કામગીરી ટૂંક સમયમાં હાથ ધરાશે

(11:41 pm IST)