Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

મોરબી : આઇટીઆઇની પ્રવેશ પ્રક્રિયા અંગે માહિતી આપવા ઓનલાઈન વેબિનાર યોજાશે

મોરબી :આઇટીઆઇ દ્વારા એડમિશન પ્રક્રિયા ઓનલાઈન રાખવામાં આવે છે. જેમાં ઉમેદવારોને એડમિશન માટે કઈ વેબસાઇટ, આઇટીઆઇ માં ક્યાં ક્યાં ટ્રેડમાં કેટલી બેઠક, ક્યાં ડૉક્યુમેન્ટ, ફોર્મ ભરવાની સંપૂર્ણ માહિતી મળી રહે એ હેતુથી મોરબી જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આઇટીઆઇ એડમિશન પ્રક્રિયા અંગે ઓનલાઈન વેબીનારનું આયોજન કરવામાં આવેલ છે.

જે તા.૧૨/૦૭/૨૦૨૧ ના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે google meet ના માધ્યમથી આપેલી લિન્ક https://meet.google.com/ifp-kjxk-cgq દ્વારા જોઇન્ટ થઈ શકાશે. આ અંગે વધુ વિગત માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન, બીજો માળ- રૂમ નં.૨૧૪ થી ૨૧૬ મોરબી. તેમજ રોજગાર સેતુ હેલ્પલાઇન નં.૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક કરવા જિલ્લામ રોજગાર અધિકારી જોબનપુત્રાની યાદીમાં જણાવેલ છે.

(11:29 pm IST)