Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

કોંગ્રેસ દ્વારા ભાવવધારા સામે વિરોધ : સાવરકુંડલામાં પ્રતાપભાઇ દુધાતની આગેવાનીમાં રેલી-રસ્તા રોકો આંદોલન

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા, તા. ૭ :  પેટ્રોલ-ડીઝલ અને છેલ્લે ગેસના ભાવમાં અસહ્ય વધારો થતા સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્ય પ્રતાપ દુધાતે તેના ટેકેદારો સાથે આજે બપોરે અસહ્ય મોંઘવારીનો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

કોંગ્રેસ દ્વારા ભાવવધારો પાછો ખેંચો -ભાજપ હાય હાય ના સુત્રો સાથે મહુવા રોડ જેવા ટ્રાફિકથી ધમધમતા રોડ ઉપર રેલી કાઢી રસ્તા ઉપર જ બેસી જઇ રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું. અહીં ધારાસભ્યના કાર્યાલય નીચે મોંઘવારી વિરૂધ્ધમાં સહિ આંદોલન પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય સાથે નગરપાલીકાના પૂર્વ ઉપપ્રમુખ નાસીર ચૌહાણ-કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુભાઇ પાટીદાર અગ્રણીઓ મહેશભાઇ જવાણી, હિતેષ જયાણી, હસુ સુચક સહિત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી  મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો હાજર રહ્યા હતા.

(4:34 pm IST)