Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

પૂ.ઇન્દુબાઇ મ.સ.નો નવમો પુણ્યસ્મૃતિ દિન માનવ સેવા -જીવદયા -ધાર્મિક કાર્યક્રમોથી સંપન્ન

ગોંડલ સંપ્રદાયના સૌરાષ્ટ્રના સિંહણ, વચન સિધ્ધીકા, તીર્થસ્વરૂપા : સવારે નવકારશી તથા રાશનકીટ વિતરણ : દરેકને રૂ.૩૦૦ની પ્રભાવના

રાજકોટ : ગો.સંપ્ર.ના સૌરાષ્ટ્રના સિંહણ ભગવાનતુલ્ય વિશ્વ વિભૂતિ -વિશ્વ વિખ્યાત બા.બૂ.પૂ.શ્રી ઇન્દુબાઇ મહાસતીજીની (નવમી) ૯મી વાર્ષિક પુણ્યસ્મૃતિદિન નિમિતે આજે સવારે ૬ વાગ્યાથી સાધનાકુટિરમાં જાપ કરવા માનવ મહેરામણ ઉમટી પડેલ છે. પૂ.મોટા સ્વામીની સાધનાનો દિવ્ય અહેસાસ કરવા લાંબી કતારો લાગી હતી. શેરીઓ ટૂંકી પડી. આજે સ્મૃતિદિન હોવાથી તેમના પરમભકતો તરફથી ધાર્મિક તેમજ અનેક માનવ સેવા-જીવદયાના કાર્યો થયાં. સવારે સ્વધર્મીબંધુઓને નવકારશી ૭ :૦૦ થી ૮:૦૦ ત્યારબાદ ૮ :૦૦ થી ૯:૦૦ સોનલ સદાવ્રત જીવન જરૂરિયાતની રાશનકીટ સાથે દરેકને રોકડ રૂ. ૩૦૦ની પ્રભાવના હતી. ત્યારબાદ ૯ :૦૦ થી ૧૦:૩૦ સુધી જીવદયા મહોત્સવ અબોલ જીવોને અનુકંપાદાન ૧૧:૦૦ થી ૧૨:૩૦ સુધી દશન-વંદન-પ્રભાવના વગેરેનું આયોજન કરાયેલ હતું. ૧૨:૩૦ થી ૧૨:૩૯ સુધી તેમના ભકતો દ્વારા સરકારની ગાઇડ લાઇન પ્રમાણે દિવ્ય જાપ રખાયેલ હતા. તેમાં બધાને રોકડ રૂ. ૧૦૦ની પ્રભાવના રાખેલ હતી. ગરીબોને અન્નદાન-ઔષધદાન-ભૂખ્યાઓને ભોજન-જીવદયા માટે અબોલ જીવોને અભયદાન-જરૂરિયાતવાળાને શૈક્ષણિક દાન- સહારાદાન-સવારથી સાંજ સુધી તીર્થધામમાં દિવ્ય અનુભૂતિનો અહેસાસ થતો હતો. ભકતો દ્વારા અંજલિ રચાઇ હતી. માનવસેવા અનુમોહનીય અને પ્રશંસનીય હતી. આજે સ્મૃતિદિન હોવાથી સાધનાકુટિરમાં જાપનો સમય સવારે ૯:૦૦ વાગ્યાથી સાંજે ૭ :૦૦ સુધીનો હતો. આજે દિવ્ય જાણમાં પરમગુરૂણીભકતો સેવકો, જૈન સંઘોના આગેવાનો, જૈન જૈનતરી, મહિલા મંડળ, સેવામંડળ, સાહેલી મંડળ, શિશુમંડળ આદિ અનેક સાધકોએ દર્શન-વંદન-દિવ્યજાપ લાભ લીધો હતો.

આ પ્રસંગે અશોકભાઈ દોશી, જયેશભાઈ માવાણી, નિલેશભાઈ શાહ, પ્રદિપભાઈ માવાણી, જયેશભાઈ સંઘાણી, હિમાંશુભાઈ શાહ, રમેશભાઈ દોશી, જયભાઈ વોરા, સુનિલભાઈ શાહ, સી.એમ. શેઠ, મનોજભાઈ ડેલીવાળા, ભરતભાઈ દોશી, વિતરાગ સંઘના ભૂપેન્દ્રભાઈ મહેતા, પ્રવિણભાઈ મહેતા, વિમલભાઈ મહેતા, શૈલેષભાઈ શાહ, જંકશન યુવક મંડળના સોનલ સેવા ટીમના સભ્યો રાજુભાઈ મોદી, નિરવભાઈ સંઘવી, ચિરાગભાઈ કોઠારી, દિપેનભાઈ મહેતા, જયદિપભાઈ ભરવાડા, પારસભાઈ કાનમેરિયાએ ખાસ હાજરી આપી સુંદર સેવા બજાવી હતી અને અનેક નામી-અનામી સાધકોએ દિવ્ય જાપનો લાભ લીધેલ હતો.

(3:13 pm IST)