Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

જામનગરમાં પૂ.વ્રજસેન વિજયજી મહારાજ સાહેબની પાલખીયાત્રા

જામનગર : જામનગરમાં પન્યાસ પૂ. વ્રજસેન વિજયજી મહારાજ સાહેબ કાળધર્મ પામતા તેઅોની મંગળવારે સાંજે પાલખીયાત્રા નીકળી હતી આ પાલખી યાત્રા દરમિયાન જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને પન્યાસ પૂ. વ્રજસેન વિજયજી મહારાજ સાહેબના અંતિમવિધિ માટે કરોડોની બોલી બોલાવી ધર્મલાભ લીધો હતો. જામનગરમાં કામદાર કોલોની ઉપાશ્રય પાસે પન્યાસ પૂ. વ્રજસેન વિજયજી મહારાજ સાહેબની અંતિમ વિધિ સંપન્ન થઈ હતી અને મહારાજ સાહેબનો નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલિન થયો હતો આ પૂર્વે જૈન સમાજના ભાવિકો ઍ અલગ-અલગ સેવામાં ૧૩ કરોડ જેટલી માતબર રકમની બોલી બોલાવીને ઉછામણી કરી હતી. આ રકમ પણ વિવિધ સેવા કાર્યો અને સંસ્થાઅોમાં આપી દેવામાં આવશે તેવું જાણવા મળી રહ્નાં છે. પન્યાસ પૂ. વ્રજસેન વિજયજી મહારાજ સાહેબ ગઈકાલે કાળધર્મ પામ્યા ત્યારથી જ તેમના મોટી સંખ્યામાં અનુયાયીઅો દર્શન માટે ઊમટી પડ્યા હતા અને પાલખી યાત્રા દરમિયાન સાથે જાડાઈ અને અંતિમવિધિમાં દર્શન કરી ભાવપૂર્વક શ્રદ્ઘાંજલિ આપી હતી. સત્ય પૂનઃ પરીવાર અગ્નિ સંસ્કાર નો આદેશ ૧૪૫૦૦૦૦૦/ ઍક કરોડ પીસ્તાલીસ લાખ પાછળની ડાબી બાજુ ૭૦૨૦૦૦ છેલ્લું વિલેપન ૯૯૯૯૯૯ પાલખી માં પધરાવવાના,૨૫૦૨૦૦૦આગળ ની જમણી બાજુ ૨૪૦૩૦૦૦ પાછળની જમણી બાજુ ૮૦૧૦૦૦ આગળની ડાબી બાજુ૨૨૨૨૨૨૨ છેલ્લું ગુરૂપૂજન ૧૨૦૬૦૦૦/ બીજા નંબરનું ધુપયુ ૩૦૬૦૦૦ પહેલાં નંબર ની દીવી ૧૦૦૮૦૦૦ પહેલાં નંબરનું ધુપયુ ૪૫૦૦૦૦ દોણી  ૬૫૧૦૦૦ બીજા નંબરની દીવી ૮૦૧૦૦૦નું દાન પ્રા થયું હતું. (અહેવાલ : મુકુંદ બદિયાણી,તસવીર : કિંજલ કારસરીયા જામનગર)

(3:05 pm IST)