Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

જામનગરના કોશિશ ફાઉન્ડેશન દ્વારા જિલ્લા જેલમાં કેદીઓને માસ્ક, સેનિટાઇઝરનું વિતરણ

જામનગર, તા.૭ :  જામનગરના કોશિશ ફાઉન્ડેશનની સમાજ ઉપીયોગી કામોમાં કાબિલેદાદ કોશિશ રહી છે. ત્યારે કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને પગલે સંસ્થા દ્વારા જામનગરની જીલ્લા જેલ ખાતે કેદીઓને મદદરૂપ થવાના ભાવ સાથે આરોગ્યલક્ષી પ્રોજેકટ અંતર્ગત જેલમાં સામાન્ય રોજિંદી જરૂરિયાત જેમકે માસ્ક, સેનીટાઇઝર, સાબુ સહિતની ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સાવચેતી રાખવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેથી કેદીઓમાં પણ જબરી જાગૃતત્તા આવી હતી   આ અવસરે સંસ્થાના એડવાઈઝર જામનગર ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ કિરીટભાઈ મહેતા, સંસ્થાના ફાઉન્ડર પ્રમુખ સહારાબેન મકવાણા, વૈભવ વસા, ડો. સુરભીબેન દવે, ઝાકીરહુશેનભાઈ ચિકોરિવાળા, મીનાક્ષીબેન શાહ, રૂમાનાબેન કુંગડા, જુનેદભાઈ ધ્રોલીયા, નિશા ઐયર, યજ્ઞેશ નિર્મલ, હાજર રહયા હતા. વધુમાં આ તકે  પી. એચ .જાડેજા ઇન્ચાર્જ જેલ સુપ્રિટેન્ડન્ટ, એચ. એ .બાબરીયા જેલરના સહકાર બદલ સંસ્થા દ્રારા તેઓનો  આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.

(1:05 pm IST)