Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

જામનગરનાં હમાપરના રસ્તે મોટરસાયકલે હડફેટે લેતા યુવકનું મોત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૭: ધ્રોલ પોલીસ સ્ટેશનમાં સરલાબેન મુકેશભાઈ ભલાભાઈ મોહનીયા, રે. દેવાભાઈ કરણાભાઈ બાંભવાની વાડીએ રોઝિયાની વાડીએ રોઝિયા ગામ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૬–૭–ર૦ર૧ના રોઝીયા ગામથી હમાપર ગામ તરફ જતા રસ્તે ફરીયાદી સરલાબેનના પતિ મુકેશભાઈ ભલાભાઈ મોહનીયા, ઉ.વ.ર૬ વાળા પોતાની સાયકલ લઈ રોઝીયા ગામ માંથી વાડીએ જતા હતા ત્યાર આ કામના આરોપી કોઈ અજાણ્યો મોટરસાયકલનો ચાલક પોતાનું મોટરસાયકલ પુરઝડપે બેફીકરાઈથી ગફલત ભરી રીતે ચલાવી ફરીયાદી સરલાબેનના પતિ મુકેશભાઈ ની સાયકલને હડફેટે લેતા શરીરે ગંભીર ઈજા કરી મોત નિપજાવી પોતાનું મોટરસાયકલ લઈ નાશી જઈ ગુનો કરેલ છે.

બાઘલા ગામે જુગાર રમતા ચાર ઝડપાયા

જામનગર : લાલપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. જીતેશભાઈ નથુભાઈ વસરા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૬–૭–ર૦ર૧ના બાઘલા ગામે આ કામના આરોપીઓ સાજીદ તૈયબભાઈ નાઈ, હનીફ જમાલશા શેખ, હાસમભાઈ સુલેમાનભાઈ સમા, હુશેન સુલેમાનભાઈ સમા, રે. બાઘલા ગામ વાળા ગંજીપતાના પાના પૈસા વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૮૮૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

મોટી ખાવડી ગામે મોટરસાયકલની ચોરી

જામનગર : મેઘપર પોલીસ સ્ટેશનમાં કરીમભાઈ ઈશાભાઈ મલેક, ઉ.વ.૪૩, રે. ગરબી ચોક, ગાગવા ગામ વાળા એ ફરીયાદ નોંધાવી છેે કે, તા.રપ–૬–ર૦ર૧ના મોટી ખાવડી ગામ પાસે આવેલ રીલાયન્સ પ્રોજેકટ ગેઈટ પાસે પોતાનું હિરો હોન્ડા કંપનીનું મોટર સાયકલ જેના રજી.નં.જી.જે.–૧૦–બી.ઈ.–૩૮૪૯ નું જેની કિંમત રૂ.ર૦,૦૦૦/– નું કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

ફોન પર જાનથી મારી નાખવાની ધમકી

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં રચીતભાઈ બિરેન્દ્રસિંગ યાદવ, ઉ.વ.૩૦, રે. ફલેટ નં.૩૦૪, શિલ્પન રેસીડેન્સી, વિકાસ ગૃહ રોડ, જામનગરવાળાએ ફરીયાદ નોંધાવી છે કે, તા.૩૦–૬–ર૦ર૧ના ઈન્કમ ટેક્ષ ઓફીસ, માણેક સેન્ટર, પી.એન.માર્ગ, જામનગરમાં ફરીયાદી રચીતભાઈ ના પિતાને આરોપી વિજયપાલ મદનલાલ યાદવ રે.એસ.બી.આઈ. કોલોની, દિલ્હી મો.નં.૯૯૯૦૧૩૩૧૪૪ વાળા એ ફોન કીર જેમ તેમ બોલેલ હોય જેથી આ કામના ફરીયાદી રચીતભાઈ એ આરોપી વિજયપાલ મદનલાલ યાદવને ફોન કરતા આરોપી વિજયપાલએ ફોન પર ફરીયાદી રચીતભાઈને કહેલ કે તુ મારો ફોન કેમ નથી ઉપાડતો જો મારો ફોન ઉપાડ તો હું તો તને કહું અને હું જામનગર ખાતે આવી ગયો તો તને જીવતો નહીં છોડું અને તને તથા તારા પરીવારને જાનથી મારી નાખીશ આમ ફોન પર ફરીયાદી રચીતભાઈને આરોપી વિજયપાલ એ જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ છે.

જુગાર રમતા પાંચ ઝડપાયા : ત્રણ ફરાર

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. ચેતનભાઈ રમેશભાઈ ઘાઘરેટીયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૬–૭–ર૦ર૧ના ધરારનગર–ર, સાતનાલા પાસે, ગુલામે અલી અસગરી ચોક પાસે, જામનગરમાં આ કામના આરોપીઓ અકબર દાઉદભાઈ જુણેજા, જુમા ઓસમાણભાઈ દલ, જાવીદ ઉર્ફે લંઘો જમાલભાઈ ખુંભીયા, હશન કમાલભાઈ સાટી, જાફરભાઈ ઈશાકભાઈ શેખ, રે. જામનગરવાળા ભારતીય ચલણી નોટના નંબર ઉપર એકી–બેકી નાં આંકડા બોલી પૈસાની હારજીત કરી એકી–બેકી નામનો જુગાર રમી રમાડી પૈસાન હારજીત કરતા રેઈડ દરમ્યાન રોકડા રૂ.ર૯૬૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે. તથા અન્ય આરોપીઓ આસીફ અબ્બાસભાઈ ભડાલા, રવી અશોકભાઈ રાઠોડ, આરીફ ઘુઘા ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઝાખર ગામ જવાના રસ્તે જુગાર રમતા ચાર ઝડપાયા

મેઘપર પોલીસ સ્ટેશનમાં કોન્સ. મહેશભાઈ નાગજીભાઈ અઘારા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૬–૭–ર૦ર૧ના ઝાખર ગામ જવાના રસ્તે પઠાપીરની જગ્યાની બાજુમાં આવેલ ગાયત્રી હોટલના ખુલ્લા પાર્કિંગ પાસે, લાઈટના અજવાળે  આ કામના આરોપીઓ જોરાસિંગ મેવા રામા, વિકાસસિંહ કવરસિંગ યાદવ, સમસેરસિગ મહેન્દ્રસિંગ, ચમેલસિંહ ગોપીચંદ્ર ગંજીપતાના પાના વડે રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીતનો જુગાર રમતા રોકડા રૂ.૧૪,૦૪૦/ના મુદામાલ સાથે રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

વાલાસણ ગામે જુગાર રમતા ઝડપાયો : આઠ ફરાર

જામજોધપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. પોલાભાઈ દેવાભાઈ આડેદરા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૬–૭–ર૦ર૧ના વાલાસણ ગામે આવેલ આંબેડકર સોસાયટી તરફ જવાના રસ્તા પાસે જાહેર રોડ પર આ કામના આરોપીઓ જેમલભાઈ તૈયબભાઈ શેખ, રે. વાલાસણ ગામ વાળા વર્લીમટકાના આંકડા લખી લખાવી નશીબ આધારીત જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરતા રોકડા રૂ.ર૦૭૦/– તથા બે મોબાઈલ ફોન કિંમત રૂ.૧૦૦૦/– મળી કુલ રૂ.૩૦૭૦/–ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે. તથા અન્ય આરોપી આસીફ કાદર, હાસમ મુસા, અલી લાખા, હાજી તૈયબ, કિશોરસિંહ જાડેજા, રમેશ રણછોડ, દિલો, કાસમ કપાત કરાવી ફરાર થઈ જતા ગુનો કરેલ છે. આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અગમ્ય કારણોસર યુવાને ગળાફાંસો ખાઈ આયખું ટુકાવ્યંુ

સિકકાગામે રહેતા આમદભાઈ હાજીભાઈ ચમડીયા, ઉ.વ.૪૮, એ સિકકા પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૬–૭–ર૦ર૧ના આ કામે મરણજનાર વિકાશકુમાર પ્રમોદકુમાર તિવારી, ઉ.વ.૩ર, રે. સિકકા પંચવટી સોસાયટી, હુરબાઈ જાકુની ઓરડીમાં સિકકા ગામવાળા આજરોજ સવારના સવા–નવેક વાગ્યા પહેલા કોઈ પણ સમયે કોઈપણ કારણસર પોતાની ઓરડીમાં લોખંડની આડસમા મરુન કલરની લુંગી બાંધી પોતાની મેળે ગળાફાંસો ખાઈ મરણ ગયેલ છે.

બુટાવદર ગામે જુગાર રમતા ચાર ઝડપાયા

જામનગર : શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં કોન્સ. નવલભાઈ નારણભાઈ આશાણી એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૭–૭–ર૦ર૧ ના બુટાવદર ગામની રોજમારી સીમમાં લીમડાના ઝાડ નીચે આ કામના આરોપીઓ પ્રવિણભાઈ બચુભાઈ મકવાણા, દિનેશભાઈ અમરાભાઈ મકવાણા, લાખાભાઈ અરજણભાઈ કાંબરીયા, વજશીભાઈ ગોવાભાઈ ગોજીયા, રે. બુટાવદર

ગામવાળા ગંજીપતાના પાના વડે રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.પપપ૦/– તથા મોટરસાયકલ –ર જેની કિંમત રૂ.રપ૦૦૦/– નો મુદામાલ મળી કુ રૂ.૩૦પપ૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

(1:02 pm IST)