Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

જેતપુરના ભોજાધાર વિસ્તારમાં જુગાર રમતા ૪ શખ્સોની રોકડ સાથે ધરપકડ

(કેતન ઓઝા દ્વારા) શહેર પોલીસ ગઇકાલે સાંજે ચાંપરાજપુર તરફ પેટ્રોલીંગમાં નીકળતા ભોજાધાર વિસ્તારમા જાહરેમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા જુગાર અંગેની રેઇડ કરવા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ૪ શખ્સો પીન્ટુ ચીનાભાઇ ગોહેલ, અરવિંદ છગનભાઇ મકવાણા, હરેશ કાનજીભાઇ મકવાણા, વિજય ગીરધરભાઇ મકવાણા (રહે. તમામ ભોજાધાર) ને રોકડ રૂ. ૧૩.પ૧૦ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

(1:02 pm IST)