Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

જેતપુરના નવાગઢ વિસ્તારમાં મોહશીન લાખાણીના રહેણાંક મકાનમાંથી ઇંગ્લીશ દારૂના ૪પ ચપલા જપ્ત

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૭ : નવાગઢ ખાટકીવાસમાં રહેતોમોહશીન તેના ઘેર ઇંગ્લીશદારૂનો ધંધો કરતો હોવાની બાતમીના આધારે પોલીસે મોહશીન ઉર્ફે કાનો મહમદભાઇ લાખાણીના ઘેર દારૂ અંગેની રેઇડ કરતા રહેણાંક મકાનમાંથી ઇંગ્લીશદારૂના ચપલા નંગ-૪પ મળી આવતા પોલીસે મોહશીન લાખાણીની ઇંગ્લીશદારૂ કી. રૂ.૪પ૦૦ સાથે ધરપકડ કરી દારૂ કયાથી લાવેલ તે અંગેની પુછપરછ કરતા બાપુની વાડીમાં રહેતો અનીલ ડબલી આપી ગયેલ હોવાનું જણાવતા પોલીસે બન્ને વિરૂધ્ધ ગુન્હા નોંધી અનીલ ડબલીને પકડી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

(1:01 pm IST)