Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

દુષ્કર્મના ગુન્હામાં ભેંસાણના મહિલા સહિત સભ્યની પોલીસે સાર સંભાળ લીધી

જૂનાગઢ, તા.૭: ભેસાણ ખાતે જીઆરડી જવાન મહિલા પુરુષના પ્રેમ સંબંધ બાબતે દાખલ થયેલ દુષ્કર્મના ગુન્હામાં આરોપી વિરુદ્ઘ કડક કાર્યવાહી સાથે ભોગ બનનાર મહિલા સાથે સહિષ્ણુતા ભરી કાર્યવાહી કરવામાં આવતા, જુનાગઢ પોલીસની ઠેર ઠેર પ્રસંશા થઈ રહેલ છે...

ભેસાણ ફરજ બજાવતા પરણિત જીઆરડી જયદીપ પરમાર અને મહિલા જીઆરડી સભ્યને પ્રેમ સંબંધ થઈ ગયો અને મૈત્રી કરાર કરીને નાસી જતા, મહિલાના કુટુંબીજનો દ્વારા અરજી કરતા, બીજા દિવસે પરત લાવ્યા બાદ મહિલા ફરીથી યુવક સાથે જ જવા જણાવતા, બાદમાં બે ત્રણ દિવસ બાદ પરત આવતા, દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા, ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, ભેસાણ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એ.ડી.વાળા તથા સ્ટાફ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી...ં

જૂનાગઢ જિલ્લા ર્ંપોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેર્ટ્ટીં દ્વારા દુષ્કર્મના ગુન્હાની ઝીણવટ ભરી તપાસ હાથ ધરી, તાત્કાલિક આરોપીને પકડી પાડવા આપેલ સૂચના આધારે ર્ંઆરોપી જયદીપ વિરજીભાઈ પરમારની તાત્કાલિક ધરપકડ કરી, જેલ હવાલે કરવામાં આવેલ હતો.

આ દુષ્કર્મની ફરિયાદ દાખલ થયા પહેલા જીઆરડી મહિલાને જીઆરડી જવાન અપનાવી લે તો, ગુન્હો દાખલ નહીં કરવા મહિલાના સગા સંબંધી તથા આગેવાનોએ નક્કી કરતા, મહિલાને ભેસાણ પોલીસ દ્વારા એક દિવસ પોતાની દીકરીની જેમ સાચવેલ હતી. પોલીસ સ્ટેશન ખાતે જ તેની સાર સંભાળ અને રોકાણની વ્યવર્સ્થાં પણ કરવામાં આવેલ હતી. બાદમાં પોલીસ દ્વારા કરવામાં આવેલ કાઉન્સેલિંગ નિષફળ જતા, ગુન્હો નોંધવામાં આવેલ અને ગુન્હાની તપાસ ચાલુ હતી તે દરમિયાન પોલીસ સ્ટેશન ખાતે મહિલાના સગા સંબંધી, આગેવાનોની હાજરીમાં મહિલાએ પોલીસ સ્ટેશન ખાતે  ધાબા ઉપરથી પડતું મૂકી, મહિલાએ પ્રેમસંબંધમાં નિષ્ફળ જતા, આત્મહત્યાનો પ્રયાસ કરતા, પોલીસ તેમજ મહિલાના સગા સંબંધી, આગેવાનો સ્તબ્ધ થઈ ગયા હતા.

૧૦૮ને ફોન કરવામાં આવેલ પરંતુ, ૧૦૮ને આવવામાં વાર લાગે તેમ હોઈ, ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, ભેસાણ  પીએસઆઇ એ.ડી.વાળા તથા સ્ટાફ દ્વારા તાત્કાલિક ભેસાણ પોલીસના સરકારી વાહનમાં સરકારી હોસ્પિટલ તાબડતોબ સારવારમાં ખસેડવામાં આવેર્લં હતી. આ બાબતની જાણ જૂનાગઢ જિલ્લા ર્ંપોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેર્ટ્ટીં ને કરવામાં આવતા, તેઓએ ર્ંઇજાગ્રસ્ત મહિલાની તાત્કાલિક સારવાર કરાવી, તેની જિંદગી બચાવવા સૂચર્નાં કરવામાં આવેલ હતી. ઇજાગ્રસ્ત મહિલાને ભેસાણથી જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવતા, ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાએ જૂનાગઢ ખાતે મહિલા પીઆઇ આર.બી.સોલંકી તથા સોએશિયલ ઓપરેશન ગ્રુપના પીએસઆઇ જે.એમ.વાળા તથા સ્ટાફને અગાઉથી ર્ંજૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે તૈનાત કરી, આર.એમ.ઓ. શ્રી ટી.જી.સોલંકીને ફોન કરીને ઇજાગ્રસ્ત મહિલાની સારવાર ત્વરિત ચાલુ થાય એવી વ્યવર્સ્થાં પણ કરવામાં આવેલ હતી.

ઇજાગ્રસ્ત માહિલા બેભાન હોઈ, તાત્કાલિક સારવાર પણ શરૂ કરવામાં આવેલ હતી. મહિલા પોલીસ સહિત પોલીસ સ્ટાફને મદદમાં રાખવામાં આવેલ હતો. દરમિયાન મહિલાના કુટુંબીજનો મહિલાને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પીટલમાં છોડી જતા રહેતા, ભેસાણ પોલીસ સ્ટેશન ખાતે  ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, ભેસાણ  પીએસઆઇ એ.ડી.વાળા તથા સ્ટાફ દ્વારા ર્ંઆગેવાનોની હાજરીમાં કુટુંબીજનોને સમજાવી, મહિલાની સારવાર કરાવવી એ કુટુંબીજનોની ફરજ હોવાની વાત સમજાવી, હોસ્પિટલમાં સારવારમાં કુટુંબીજનોને મોકલી, સારવાર શરૂ રાખવામાં આર્વીં હતી. મહિલાનું કુટુંબ ગરીબ હોઈ, ર્ંસારવારની જવાબદારી સમાજ તથા પોલીસ દ્વારા સાંભળી, મહિલાનો એમઆરઆઈ રિપોર્ટ, ડિજિટલ એકસ રે, સહિતના અન્ય રિપોર્ટ કે.જે.લેબોરેટરી, જૂનાગઢના નિકુલભાઈ છાત્રાલાના સહકારથી વિના મૂર્લ્યેં કરાવવામાં આવેલ હતા. મહિલાને રાજકોટ રીફર કરવામાં આવતા, જૂનાગઢ પોલીસ દ્વારા સિવિલ હોસ્પીટલના ચિરાગભાઈ પરમાર સાથે સંકલન કરી, ર્ંવિના મૂલ્યે એમ્બ્યુલન્સની વ્યવર્સ્થાં પણ કરવામાં આવેલ હતી. હાલમાં મહિલાને રાજકોટ ખાતે સારવાર આપી, રજા આપતા, મહિલાની હાલત પથારીવશ પણ સ્ટેબલ થઈ હતી. હજુ મહિલા પથારીવશ જ હોઈ, ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તથા ભેસાણ પોલીસ સ્ટેશનનો સ્ટાફ તપાસ દરમિયાન ફરિયાદીના દ્યરે વિઝીટ પણ કરવામાં આવેલ હતી.આમ, ર્ંજૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેર્ટ્ટીં ની સૂચનાથી જૂનાગઢ પોલીસની ર્ંસહિષ્ણુતા ભરી કાર્યવાહીથી મહિલાનો જીવ બચાવવામાં મહત્વનો ભાગ ભજવેર્લં હોઈ, મહિલાના મામાં ભનુભાઈ સહિતના ર્ંકુટુંબીજનો તથા સમાજના આગેવાનો દ્વારા જૂનાગઢ પોલીસની કામગીરીને બિરદાવી, આભાર પણ વ્યકર્તં કરવામાં આવેલ હતો.

(1:00 pm IST)