Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

જુનાગઢમાં માસ્ક વિના ફરતા ૩૧૦ લોકો દંડાયા

જુનાગઢ, તા. ૭ : જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા હાલમાં લોક ડાઉન મા છૂટછાટ આપવામાં આવેલ હોઈ, જે અંગે જૂનાગઢ જિલ્લા કલેકટરશ્રી દ્વારા જાહેરનામું બહાર પાડી, માસ્ક ફરજીયાત પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ રાખવા અંગે જાહેરનામાનો ભંગ કરતા ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ.

છેલ્લા ત્રણ દિવસ દરમિયાન માસ્ક નહીં પહેરતા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવા ખાસ ઝુંબેર્શં હાથ ધરી, એ ડિવિઝન પોલીસ દ્વારા ૫૬ વ્યકિતઓને, બી ડિવિઝન પોલીસ દ્વારા ૭૦ વ્યકિતઓને, સી ડિવિઝન પોલીસ દ્વારા ૫૯ વ્યકિતઓને, ભવનાથ પોલીસ દ્વારા ૧૦ વ્યકિતઓને, તાલુકા પોલીસ દ્વારા ૫૫ વ્યકિતઓ સહિત જૂનાગઢ ડિવિઝન દ્વારા કુલ આશરે ૩૧૦ વ્યકતીઓને માસ્ક વગર નીકળતા કુલ રૂ. ૩,૧૦,૦૦૦/- નો દંડ ફટકારવામાં આવેલ છે. ઉપરાંત, આ સમય દરમિયાન ખાસ ડ્રાઇવ દરમિયાન વાહન ચેકીંગ હાથ ધરી કુલ ૨૮૪ વ્યકિતઓને મોટર વહિકલ કાયદાનો ભંગ કરતા પકડી પાડી, રૂ. ૬૧,૩૦૦/- દંડ પણ વસુલ કરવામાં આવેલ છે અને આશરે કુલ ૪૦ વાહનો ડિટેઇર્નં કરવામાં આવેલ છે.

સામાન્યરીતે, લોકો દ્વારા ગળામાં માસ્ક લટકાવી રાખવામાં આવે છે અથવા ખિસ્સામાં રાખવામાં આવે છે અને પોલીસને જોઈ જતા અથવા પોલીસ દ્વારા ટોકવામાં આવે ત્યારે જ માસ્ક પહેરવામાં આવે છે.  જુનાગઢ પોલીસ દ્વારા હાલમાં જ્યારે માસ્ક નહીં પહેરવાનો દંડ રૂ. ૧,૦૦૦/- થયેલ છે, ત્યારે સામાન્ય નાગરિકો દંડ ભરવા સક્ષમ નથી હોતા એવા આશરે ૧૦૦ લોકોને, દરરોજ સાંજના સમયે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, ભવનાથ પીએસઆઇ એમ.સી.ચુડાસમા તથા સ્ટાફ દ્વારા ફૂટ પેટ્રોલિંગ દરમિયાન વાહન લઈને નીકળતા તેમજ ભવનાથ વિસ્તારમાં બેસેલા લોકોને માસ્ક પહેરવા હાથ વડે માસ્ક વ્યવસ્થિત પહેરી, મોઢું તથા નાક ઢાંકવા જાણ કરી તેમજ તાકીદ કરી, માસ્ક પહેરાવવામાં આવે છે. ફૂટ પેટ્રોલિંગ દરમિયાન જાગૃતિ લાવવાના નવતર પ્રયોગની પ્રસંશા થઈ રહી છે અને માસ્ક પહેર્યા વગર બહાર નીકળતા આવા લોકોને પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખવા, માસ્ક પહેરવું અનિવાર્ય હોવાનું જણાવી, જૂનાગઢ વાસીઓને ર્ંપોલીસ દંડ કરે, એ વિકલ્પ નથી પણ માસ્ક પહેરવું એ લોકોના હિતમાં હોવાનુંર્ં પણ સમજાવવામાં આવેલ હતું. જૂનાગઢ પોલીસ દ્વારા કરવામાં આવેલ નવતર પ્રયોગની લોકોમાં પ્રસંશા થઈ રહી છે અને કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા બહાર નીકળતા લોકોએ હવે સાવચેતી રાખી, માસ્ક પહેરવા જોઈએ, એવી ભાવના પણ જાગૃત થયેર્લં છે..હાલના સંજોગોમાં કોરાના વાયરસના સંક્રમણ અટકાવવા જૂનાગઢ પોલીસ દ્વારા દંડનાત્મક કાર્યવાહીની સાથે લોકોના હિતમાં ફૂટ પેટ્રોલિંગ દરમિયાન સાવચેત કરી, માસ્ક પહેરાવી, જાગૃતિ લાવવાના નવતર પ્રયોર્ગં થી જૂનાગઢ પોલીસની સર્વત્ર સરાહના થઈ રહી છે.

(12:57 pm IST)