Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

પોરબંદરના ફોટોગ્રાફર શ્યામભાઇએ 'કલીક' કરેલી તસ્વીરને આંતરરાષ્ટ્રીય ફોટોગ્રાફી મેગેઝીનમાં સ્થાન

( સ્મિત પારેખ દ્વારા) પોરબંદર, તા., ૬: ચાર  દાયકાથી ફોટોગ્રાફીના વ્યવસાય સાથે જોડાયેલા ફોટોગ્રાફર હરીશભાઇ લાખાણીએ ફોટોગ્રાફીમાં  ૪૫ જેટલા એવોર્ડ મેળવ્યા અને તેના  પુત્ર શ્યામભાઇએ પણ થોડા જ સમયમાં ૧૫ જેટલા એવોર્ડ મેળવી પરિવારનું નામ રોશન કર્યું છે પુત્ર શ્યામભાઇના ફોટાને આંતરરાષ્ટ્રીય બેટર ફોટોગ્રાફી મેગેઝીનમાં સ્થાન મળતા પોરબંદરનું ગૌરવ વધાર્યુ છે.

 ફોટોગ્રાફર શ્યામભાઇના પિતા હરીશભાઇએ જણાવેલ કે પોરબંદરમાં હું અને મારા બંને પુત્રો સાથે મળી ફોટોગ્રાફી વ્યવસાય કરીએ છે સાથે મને વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી અને પેન્ટિંગ નો શોખ છે દ્યા બધા ફોટો મેં મહેનત કરી કેમેરામાં કેદ કર્યા છે જેના થી મને લલિત કલા એડકાદમી અને એકિઝબિશનો માં મને સ્થાન મળ્યું અને અત્યાર સુધીમાં અનેકો એવોર્ડ મળેલ છે મારા પરિવાર અને ભગવાને આપેલી કુદરતી બક્ષિસ થી હું આવી તસવીરો થી જાણીતો થયો છું મારો પુત્ર શ્યામ પણ ફોટોગ્રાફી માં સારું કામ કરે છે તેમને પણ ૧૫ જેટલા એવોર્ડ મળેલ છે જેનાથી અમારો પરિવાર ખુશ છે અને આંતરરાષ્ટ્રીય ફોટો એકિઝબિશનમાં ભાગ લેવાની તૈયારી કરી રહ્યો છે. શ્યામને સર્ટીફીકેટ એવોર્ડ માટે પણ નોમિનેટ કરવામાં આવેલ છે.

તેમના પિતા  તસવીરો નાગરિકોને પ્રદર્શિત કરતા કે જેઓ કેદ કરેલી તસવીરો જેતે સમયે આટલી આધુનિક કેમેરા નહોતા એ જમાનામાં પોરબંદર નાં સ્વ. કાનજીભાઇ વર્ધમાન નું નામ આગળ હતું. ત્યાર બાદ જૂની પોસ્ટ ઓફીસ સામે સ્વ.ગોપાલજી કાનજી ની ધર્મશાળા ની બહાર આવેલ દુકાન માં પોર્ટ્રેટ આર્ટ ના માલિક અને ફોટોગ્રાફર હરજીવનદાસ ભાઈ નું નામ પણ ભારત માં આગળ હતું. અને તેઓ શ્રીએ સાપ્તાહિક ચિત્રલેખા દ્વારા સન્માનિત થયેલ આ ઉપરાંત રાજય માન્ય નટવર આર્ટ સ્ટુડિયો, અરૂણ ફોટો, રાજકમલ સ્ટુડિયો વિગેરે .. ની ફોટોગ્રાફી આજ પણ જીવંત છે.

જયારે પેઇન્ટિંગ ચિત્રકલા ના વારશા માં સ્વ. નારણદાસ ખૈર તેઓ શ્રીની ચિત્રકલા રાષ્ટ્રપિતા પૂજય મહાત્મા ગાંધી, પૂજય કસ્તુરબા ના પૂર્ણકદ ની તસવીરો કીર્તિમંદિર માં બિરાજમાન છે. આ ઉપરાંત સ્વ.માલદેભાઇ રાણા સ્વ.અર્શીભાઇ રાણા, પેઈન્ટર મઢવીભાઇ, ગોહેલભાઇ વિગેરે ના તેઓ પણ આગવું સ્થાન ધરાવતા તે સમયે પરતું આજ નાં વર્તમાન સમય માં ફરી એકવાર  શ્યામભાઇ હરીશભાઇ લાખાણી એ પોરબંદર અને રાષ્ટ્રપિતા ની જન્મભૂમિ અને ભકત સુદામા ની આ જન્મભુમી ને આંતરરાષ્ટ્રિય શ્રેત્રે આગવું સ્થાન અપાવ્યું છે.

શ્યામભાઇએ જણાવેલ કે મારા પિતા હરીશભાઈ જે જાણીતા ફોટોગ્રાફર છે તેમની સાથે જ તેમના વ્યવસાયમાં મદદ કરું છું મને પણ ફોટોગ્રાફી નો શોખ છે. વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી નો શોખ ધરાવું છું થોડા સમય પહેલા મેં એક નેચરલ ફોટો કેમેરામા કેદ કરેલ જેના માટે મેં ૧૪ કિમિ પગપાળા ગયેલ એ તસ્વીર આજે આંતરરાષ્ટ્રીય બેટર ફોટોગ્રાફી મેગેઝીન ના ૧૦૫ ના પેઈજ પર પ્રિન્ટ થયેલ છે.

(12:54 pm IST)