Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

ગોંડલના ગુંદાળા રોડ ઉપર સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડી જાહેરમાં રાસ રમતા ૧૧ ખેલૈયાઓ ઝડપાયા

ગોંડલ,તા. ૭ : કોરોનાની બીજી લહેર પૂર્ણતાને આરે છે ત્યારે ત્રીજી લહેરનો ખતરો મંડરાઇ રહ્યો હોવા છતાં કેટલાક લોકો સરકારની ઢીલી નીતિનો ગેરલાભ ઉઠાવી સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવી જાહેર માર્ગોપર રાસ રમી રહ્યા હોય ગોંડલ સિટી પોલીસે ૧૧ ખેલૈયાઓને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.

વિગતો મુજબ શહેરના ગુંદાળા રોડ પર લાઈટના અજવાળે રાજારામ ગેનાભાઇ મેડા (રહે કનૈયા મમરાના કારખાનામાં), રિતિક કમલભાઈ દેવકે, રાજુભાઈ ડુંગરભાઇ મેડા, લખનભાઈ રમેશભાઈ બગેલ, રોશન કમલભાઈ દેવકે, પવન ગોવિંદભાઈ વાસકેલ, ન૨બેસિંગ કિશનભાઇ મોવિલ, રમેશ બુધાભાઈ એડખે, દુર્ગેશ કાળુભાઈ મેડા, સુનિલ નરસિંહભાઈ દેવકે તેમજ શેલું સીતારામ અજનારે ની જાહેરનામાના ભંગ બદલ હેડ કોન્સ્ટેબલ પુનિતભાઈ અગ્રાવત વિશાલભાઈ ગઢાદરા સહિતનાઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

(11:44 am IST)