Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

પડધરીના ગીતાનગર વિસ્તારની પ્રાથમીક શાળામાં વેકસીનેશન કેમ્પ

પડધરી  ખાતે આજે ગીતાનગર વિસ્તારમાં પ્રાથમીક શાળામાં વેકસીનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ. જેમાં ૩૦૦ થી વધુને વેકસીન ડોઝ આપવામાં આવેલ. પડધરી ગ્રામ પંચાયત સરપંચ ડો.વિજયભાઇ પરમાર, સદસ્ય નાથાભાઇ ધ્રાંગીયા, દેવાભાઇ ચાવડીયા, પોપટભાઇ ગમારા, તાલુકા પંચાયત સદસ્યશ્રી અજીતભાઇ ડોડીયા તેમજ આરોગ્ય અને પંચાયત કર્મચારીઓએ ઉપસ્થિત રહીને કેમ્પને સફળ બનાવ્યો હતો. (તસ્વીરઃ અહેવાલઃ મનમોહન બગડાઇ-પડધરી)

(11:42 am IST)