Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

ગોંડલ નજીક સરપદડના ૨ સગાભાઇઓના વિજશોકથી મોત થતા અરેરાટી

બંન્ને ભાઇઓ અપરણીત હતા અને લીમડા કાપવાનું કામ કરીને ગુજરાન ચલાવતા

ગોંડલ : તસ્વીરમાં બન્ને યુવકોના મૃતદેહ નજરે પડે છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી -ગોંડલ)

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ,તા. ૭ : ગોંડલ તાલુકાના કંટોલિયા બાંદ્રા રોડ પર મલેશિયન લીમડા કાપવાનું મજુરી કામ કરી રહેલા સરપદડ ગામના બે સગા ભાઈઓનો લોખંડનો ઘોડો વીજ તાર ને અડી જતા શોટ લાગતા કમ કમાટી ભર્યા મોત નિપજયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ કંટોલિયા બાંદ્રા રોડ પર વોરાકોટડા ના સરવેનંબર માં ધર્મેન્દ્રભાઈ મોહનભાઈ જસાણી પટેલ રહે રાજકોટ વાળા ની વાડી આવેલ હોય અને ત્યાં મલેશિયન લીમડા વાવવામાં આવ્યા હોય જેને કાપવાનું કામ છેલ્લા આઠ દિવસથી પડધરી તાલુકાના સરપદડ ગામ ના પિયુષભાઈ વસંતભાઈ મકવાણા (ઉમર વર્ષ ૨૮) અને તેના નાનાભાઈ મયુરભાઈ દ્વારા કરવામાં આવી રહ્યું હોય મંગળવારે સવારે દસ વાગ્યાની આસપાસ બન્ને ભાઈઓ લીમડા કાપવાનું કામ કરી રહ્યા હતા ત્યારે લોખંડનો ઘોડો વાડી ઉપરથી પસાર થતી ઇલેવન કેવી ની લાઈનને અડી જતા વીજ કરંટ લાગતા બંને ભાઈઓના કમકમાટીભર્યા મોત નિપજયા હતા બનાવની જાણ તાલુકા પોલીસને થતાં પી.એસ.આઇ એમ જે પરમાર, હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ ખાચર સહિતનાઓ સ્થળ પર દોડી ગયા હતા અને મૃતકોના પરિવારજનોને જાણ કરી પીએમ માટે મૃતદેહને સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા બનાવની જાણ પીજીવીસીએલના અધિકારીઓને થતા તેઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે બન્ને ભાઈઓ અપરણિત હતા અને લીમડા કાપવાનું કામ કરી દ્યર ગુજરાન ચલાવતા હતા.

(11:42 am IST)