Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

ઉપલેટાના નગરસેવક જયેશ ત્રિવેદીની શુભેચ્છા મુલાકાતે મોકરીયા

ઉપલેટા : સૌરાષ્ટ્ર કચ્છ બ્રહમસમાજના અગ્રણી અને ઉપલેટાના નગરસેવક જયેશભાઈ ત્રિવેદીના નીવાસ સ્થાને રાજય સભાના સાંસદ રામભાઈ મોકારીયાએ શુભેચ્છા મુલાકાત લીધેલ અને જયેશભાઈ ત્રિવેદી કે જેઓ સિધ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી સમગ્ર સૌરાષ્ટ્રના લોકો માટે થતી સેવાકીય પ્રવૃત્ત્િ। ઔ અંગે પ્રભાવિત થઈ રામભાઈએ ખુબ ખુશી વ્યકત કરી અને જણાવેલ કે આવી સેવા પ્રવૃતિ અભિનંદનને પાત્ર છે.આ તકે સિધ્ધનાથ ચેરીટેબલ ટ્રસ્ટના સમગ્ર સદસ્યોએ પણ રામભાઈને જયારે આ મુલાકાત દરમિયાન જયેશભાઈ ત્રિવેદી તેના લઘુ બંધુ ડો. રાજેશભાઇ ત્રિવેદી સાથે થતી પ્રવૃતિઓ અને સાપ્રંત બાબતોની ચર્ચા કરેલ હતી ત્યારે આ સાથે નગરપાલિકાના યુવા પ્રમુખ મયુરભાઈ સુવા તથા શ્રેષ્ઠીઓ સહિતના લોકો ઉપસ્થિત રહેલ હતા.

(11:40 am IST)