Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

ઉના : અર્ધા લાખના વીજ વાયરોની ચોરીમાં પીજીવીસીએલના કોન્ટ્રાકટર સહીત ર ઝડપાયા

(નીતીન જોષી દ્વારા) ઉના, તા., ૭: તાલુકાના બંધારડા ગામની સીમમાં પીજીવીસીએલના રૂ.પર૩૭૭ના વીજ વાયરની ચોરીના ગુનાના બે આરોપીઓ પકડાયા હતા. જેમાં એક આરોપી પીજીવીસીએલના કોન્ટ્રાકટર કપિલ ભટ્ટ હોવાનું ખુલ્યું છે.

પીજીવીસીએલ ધોકડવા ડીવીઝનના નાયબ કાર્યપાલક ઇજનેર વિજયભાઇ દામજીભાઇ  ખુંટે નોંધાવેલ પોલીસ ફરીયાદમાં  જણાવેલ કે ધોકડવા  વીજ ડીવીઝનમાં બંધારડા  ગામની સીમમાં વાવાઝોડાથી પડી ગયેલ વીજ થાંભલા અને ર૬ ગામના જેમાં એલઇટી લાઇન તથા ૧૧ કેવી લાઇનના વાયરો કુલ ૧૭૩૦ મીટર જેવુ વજન પ૭પ કિલો જેની કિંમત રૂ. પર હજાર ૩૭૭નો ભીડલા વાળા ખેડુતના ખેતરને સેઢે રાખેલ હતો. તે ચોરી થયાની ફરીયાદ દાખલ કરી હતી.જેની તપાસ સનખડામાં બીટ જમાદાર એસ.વી.સોલંકી કરતા વીજ કોન્ટ્રાકટર તરીકે  કામ કરતા કપીલભાઇ દિલીપભાઇ ભટ્ટ રે. ઉના તથા કાળુભાઇ ભાયાભાઇ બાંભણીયા  રે. સાણાવાકીયા વાળાને વિજ વાયર ચોરીના ગુનામાં ધરપકડ કરી હતી. વાયર લઇ જવા માટે વપરાયેલ એક ટેમ્પો પણ કબ્જે કરી લીધો હતો.

(11:39 am IST)