Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

સાસુ સાથે ઢોર દોહવા બાબતે ચડભડ થતાં લક્ષ્મીએ એસિડ પીધું

જસદણ ગોખલાણાની પરિણિતાને રાજકોટ ખસેડાઇ

રાજકોટ તા. ૭: જસદણના ગોખલાણા ગામે રહેતી લક્ષ્મીબેન સામત મુંધવા (ઉ.વ.૨૨) નામની પરિણિતા એસિડ પી જતાં જસદણ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે જસદણ પોલીસને જાણ કરી છે.

લક્ષ્મીબેનના લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા છે. પતિ સામત દૂધનો ધંધો કરે છે. પરિવારજનોના કહેવા મુજબ ઢોર દોહવા બાબતે લક્ષ્મીબેનને સાસુ સાથે થોડીઘણી ચડભડ થયા બાદ તેણીને માઠુ લાગી જતાં એસિડનો ઘૂંટડો ભરી લીધો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:37 am IST)