Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

માળીયામિંયાણા પાસે બોલેરોમાં ગૌવંશની હેરાફેરીઃ ગૌરક્ષકોએ ૨ ગૌવંશને કતલખાને જતા બચાવ્યા

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૭ : મોરબી વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ કમલેશભાઈ બોરીચા સહિતના ગૌરક્ષકોની ટીમને બાતમી મળી હતી કે જામનગર તરફથી આવતી બોલેરો પીકઅપ કાર નંબર જીજે-10-TV 3171માં ગૌવંશ ભરેલા છે અને આ ગાડી માળીયા તરફ ગૌવંશની કતલના ઈરાદે લઇ જવામાં આવી રહ્યા છે. જેને પગલે ગૌરક્ષકોની ટીમે વિરપરડા ગામના પાટીયે વોચ ગોઠવી જામનગર તરફથી આવતી બોલેરો ચેક કરતા બે ગૌવંશ ભરેલા હોવાનું જોવા મળ્યું હતું.બીજી તરફ ગૌરક્ષકોએ ગૌવંશ ભરેલી ગાડી ઝડપી લઈ તુરંત જ મોરબી કંટ્રોલને જાણ કરતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ દોડી આવ્યો હતો અને પશુઓને ક્રૂરતાપૂર્વક બાંધીને કતલખાને લઈ જઈ રહેલા બોલેરો ગાડીના ડ્રાઇવર રદ્યુભા રણુભા ચુડાસમા તથા ગાડીમાં સાથે રહેલ રૂડાભાઇ ટપુભાઈ પરમારને ઝડપી લીધા હતા તો ધટના દરમિયમ આરોપી રૂડાભાઈ પરમારે છરી પણ બતાવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે મામલે પશુ પ્રત્યે દ્યાતકીપણું આચરવું સહિતની કલમો મુજબ ગુન્હો નોંધી વધુ કાર્યવાહી કરવામાં આવી છે

આ કામગીરી મોરબી વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ કે.બી.બોરીચા, ગૌરક્ષક કમાન્ડો ફોર્સ જિલ્લા અધ્યક્ષ ચેતનભાઈ પાટડીયા, બજરંગદળ ગૌરક્ષક વૈભવ ભાઈ પટેલ, ગૌરક્ષા કમાન્ડો ફોર્સના જયરાજસિંહ, ગૌરક્ષક વિજયભાઈ કુંભારવાડીયા, રઘુભાઈ ભરવાડ, લીમડી ગૌરક્ષક હરેશભાઈ ચૌહાણ, ચોટીલાના હિરેનભાઈ વ્યાસ, પાર્થભાઈ પટેલ, ગૌરક્ષક દલસુખભાઈ, દીપકભાઈ, વાંકાનેરના હિતરાજસિંહ સહિતના ગૌરક્ષકો કરેલ છે.

(11:37 am IST)