Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

ભાવનગરમાં ૨ પોઝીટીવ કેસ ૩ દર્દી કોરોનામુકત

જિલ્લામાં નોંધાયેલા કુલ ૨૧,૪૧૩ કેસો પૈકી ૧૩ દર્દીઓ હાલ સારવાર હેઠળ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૭ : ભાવનગર જિલ્લામાં ૨ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૨૧,૪૧૩ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરમાં ૧ પુરૂષ અને તાલુકામાં ૧ સ્ત્રી મળી કુલ ૨ લોકોના પોઝિટિવ કેસ નોંધાતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે.

જયારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૧ અને તાલુકામાં ૨ કેસ મળી કુલ ૩ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.

આમ,જિલ્લામાં નોંધાયેલા ૨૧,૪૧૩ કેસ પૈકી હાલ ૧૩ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે જિલ્લામાં ૨૯૭ દર્દીઓના અવસાન થયેલ છે.

(11:35 am IST)