Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

પ્રભાસપાટણમા ૧૦ દિવસથી નળમાં પાણી વિતરણ બંધ : પાણીના ટેન્કરો ચાલુ કરવા માંગણી

(દેવાભાઇ રાઠોડ દ્વારા) પ્રભાસપાટણ તા.૭ : દસ દિવસથી નળમાં પીવાનુ પાણી આવેલ નથી જેથી પીવાના પાણીની વિકટ સ્થિતિ નિર્માણ થયેલ છે અને પીવાના પાણી માટે લોકો ચારેબાજુ ભટકી રહેલ છે. કારણ કે પ્રભાસપાટણ શહેર દરિયાકિનારા નજીક આવેલ હોવાથી નળમાં માત્ર ખારૂ પાણી છે. જેથી તે પીવા લાયક નથી તેથી આ શહેર નળ ઉપર જ આધારીત છે.તેમજ આ શહેરમાં મોટાભાગના લોકો ગરીબ અને મજૂર વર્ગના છે અને ગીચ વસ્તીવાળુ શહેર છે જેથી લોકો પાસે પાણી સંગ્રહ માટેની કોઇ વ્યવસ્થા હોતી નથી.

નગરપાલીકા દ્વારા અમુક વિસ્તારોમાં પાણીના ટાકા તાત્કાલીક ચાલુ કરવા જરૂરી છે જેમાં કુંભારવાડા, ભાટ શેરી, પાટચકલા, મહાકાળી શેરી, બાલાજી શેરી સહિતના વિસ્તારોમાં તાત્કાલીક અસરથી પીવાના પાણીના ટાંકા ચાલુ કરવા માટે સિંધી સમાજના યુવા અગ્રણી લક્ષ્મણભાઇ ડોડેજાએ માંગણી કરેલ છે.

(11:32 am IST)