Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

સક્કરબાગ ઝૂમાં સિંહનું પર્ફેકટ 'હનીમૂન', ૧૮ મહિનામાં ૪૦ બાળસિંહનો જન્મ

જૂનાગઢમાં આવેલા સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં વધી રહ્યો છે બાળસિંહનો દબદબો : સફળ બ્રીડિંગ, વૈજ્ઞાનિક પદ્ઘતિનો સ્વીકારથી મેટિંગ માટે પ્રોત્સાહન જેવા ઉપાયથી બાળસિંહની સંખ્યા વધી

અમદાવાદ, તા.૭: ગુજરાતના વન વિભાગ દ્વારા સંચાલિત જૂનાગઢમાં આવેલા સૌથી મોટું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં બાળસિંહનો દબદબો વધી રહ્યો છે. સફળ બ્રીડિંગ, વૈજ્ઞાનિક પદ્ઘતિનો સ્વીકારથી મેટિંગ માટે પ્રોત્સાહન અને મૂડ-બૂસ્ટિંગ ન્યૂટ્રિશનના કારણે આમ થયું છે. પ્રાણી સંગ્રહાલયમાં છેલ્લા ૧૮ મહિનામાં ૪૦ બાળસિંહનો જન્મ થયો છે. આ એક પ્રકારનો રેકોર્ડ છે કારણ કે કેપ્ટિવ બ્રીડિંગમાં જન્મેલા બાળસિંહની સરેરાશ સંખ્યા ૫થી ૭ના વચ્ચે હોય છે. સત્તાવાર આંકડા દર્શાવે છે કે, ૨૦૨૦માં ૨૬ બાળસિંહનો જન્મ થયો હતો અને આ વર્ષના જુલાઈ સુધીમાં ૧૬ બચ્ચા જન્મ્યા હતા. જેમાંથી, છનો ગયા અઠવાડિયે જન્મ થયો હતો.

વેટરિનરી સાયન્સ અને વાઈલ્ડલાઈફ ન્યૂટ્રિશનના નિષ્ણાત તેમજ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના ડિરેકટર અભિષેક કુમારે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો ઉપયોગ કરીને બ્રીડિંગને પ્રોત્સાહિત કરવા માટે એક પ્રયોગ શરૂ કર્યું હતું. પરંપરાગત રીતે, પ્રાણી સંગ્રહાલયમાં વર્ષોથી બ્રીડિંગ માટે સિંહ અને સિંહણી જોડી બનાવવામાં આવતી હતી, પરંતુ તેના મર્યાદિત પરિણામો મળ્યા હતા. તેમ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાનો રીપોર્ટ જણાવે છે.

'જો બંનેને સાથે રાખવામાં આવે તો સિંહણને બળજબરીથી સિંહનું વર્ચસ્વ સ્વીકારવું પડે છે. પરંતુ સફળ બ્રીડિંગમાં પરિણમતું નથી. જો સિંહણ ગુસ્સામાં હોય તો તે સિંહને મેટિંગ માટે મંજૂરી આપતી નથી જેના કારણે બાદમાં તેને જ ઈજા પહોંચે છે. તેમના વર્તન અને મનોવિજ્ઞાનને સ્ટડી કરતાં અમે સાથી બદલી નાખતા હતા, જે તણાવપૂર્ણ લાગતું હતું', તેમ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને અભિષેક કુમારે જણાવ્યું હતું.

સફળ મેટિંગ માટે, એક સિંહને જંગલમાંથી લાવવામાં આવતો હતો અને છેલ્લા બે વર્ષથી પ્રાણી સંગ્રહાલયના અધિકારીઓએ તે નિરીક્ષણ કર્યું હતું કે, તેઓ એકબીજાની કંપનીમાં આરામદાયક છે કે નહીં. સિંહ-સિંહણે સારી જોડી બનાવી લીધી હોવાની જાણ થયા બાદ પ્રાણી સંગ્રહાલયના અધિકારીઓ તેને જૂનાગઢમાં આવેલા સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં વધી રહ્યો છે બાળસિંહનો દબદબો

 કહે છે. જે ૧૫ દિવસ માટેનું હોય છે, જયાં તેઓ સફળતાપૂર્વક મેટિંગ કરે છે.

અગાઉ, જોડી એક અથવા બે વખત મેટિંગ કર્યા બાદ અલગ થઈ જતી હતી પરંતુ હવે રાજા અને રાણીની ખાસ સંભાળ રાખવામાં આવે છે.

અન્ય જે ફેરફાર લાવવામાં આવ્યો તે હતો 'હનીમૂન'ના સમયગાળા દરમિયાન સિંહને આપવામાં આવતો ખોરાક. 'સિંહને ભેંસનું માસ અથવા હાડકાનો ભાગ આપવામાં આવતો હતો જેના કારણે તેમનો મૂડ સુધરતો હતો. અગાઉ સિંહને ભોજન આપવા માટે રાખેલો કેરટેકર સિંહને ગમે તે માંસ આપી દેતો હતો', તેમ કુમારે જણાવ્યું હતું.

વધુમાં કન્સીવ કર્યા બાદ પણ સિંહણની ખાસ સંભાળ રાખવામાં આવતી હતી. તેને ન્યૂટ્રિશનથી ભરપૂર ખોરાક આપવામાં આવતો હતો. આ સિવાય ડિલિવરીના ૧૦ દિવસ પહેલા સિંહણ માટે ખાસ બેડ પણ તૈયાર કરવામાં આવતો હતો અને તેને કોઈ પ્રકારનો તણાવ ન આવે તેની પણ કાળજી રખાતી હતી.

બેડ રેતી અને કાંકરી પાથરીને બનાવવામાં આવતો હતો, જે પ્રવાહી શોષી લેતું હતું. કન્સીવ કર્યાના ૯૫થી ૧૦૫ દિવસ બાદ સિંહણ જન્મ આપે છે.

(11:32 am IST)