Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

મોરબીના લખધીરપુર કેનાલ રોડ પર ટ્રકે અડફેટે લેતા બાઇકચાલકનું કરૂણમોત :ટ્રકચાલક ફરાર

મોરબીના લખધીરપુર રોડ પર નર્મદા કેનાલ નજીક ટ્રકના ચાલકે મોટર સાઈકલને હડફેટે લેતા મોટર સાઈકલ ચાલકને  ઈજા થતા તેનું મૃત્યુ નીપજ્યું હતું  ટ્રક ચાલક ટ્રક લઇ નાશી ગયો હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસમાં નોંધાઈ છે

મળતી માહિતી મુજબ મોરબીના હાઉસિંગ બોર્ડ રૂચીકેશ સ્કુલની પાછળ અરીહતનગરમાં રહેતા રાજભાઈ પીયુશભાઇ ઉર્ફે ખારો કુંવરિયા (ઉ.૧૮) એ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે લખધીરપુર રોડ પર કોરલ ગોલ્ડ સિરામિક સામે અજાણ્યા ટ્રક ટેલરના ચાલકે પોતાનું વાહન પુર ઝડપે ચલાવીને સામેથી આવતા હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ જીજે ૩૬ એન ૧૧૮૦ ને હડફેટે લેતા ફરિયાદી રાજભાઈ સાથેના મોટર સાઈકલ ચાલક વિજયભાઈને મોઢાના ભાગે ગંભીર ઈજા પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું ટ્રકટ્રેલર ચાલક વાહન લઇ નાશી ગયો હોવાની ફરિયાદ નોંધાવી છે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

(11:26 am IST)