Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

મુસ્લિમ શખ્સ સાથે મોબાઇલ ફોનમાં વાત કરતી પતિએ પકડી લેતાં રેણુ ઝેર પી ગઇ

લખતરના પંથકનો બનાવઃ પરિણિતા રાજકોટ સારવાર હેઠળ

રાજકોટ તા. ૭: સુરેન્દ્રનગરના લખતર તાબેના ઇંગોરાળી ગામે રેણુબેન અનિલ વિરમગામીયા (ઉ.વ.૨૩) નામની પરિણિતાએ ઝેરી દવા પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે લખતર પોલીસને જાણ કરી હતી.

રેણુબેનના લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા છે. સંતાનમાં બે પુત્રી છે. પતિ અનિલ ખેત મજૂરી કરી ગુજરાન ચલાવે છે. તેણે કહ્યું હતું કે મારી ઘરવાળી રેણુ મોબાઇલ ફોન પર એક ફકીર મુસ્લિમ શખ્સ સાથે વાતો કરતી હતી. આ બાબતને મને ગઇકાલે જાણ થઇ જતાં મેં તેને સમજાવી હતી અને હવે પછી આ રીતે પરપુરૂષ સાથે વાત નહિ કરવા સમજાવતાં તેણીને માઠુ લાગી જતાં ઝેરી દવા પી લીધી હતી. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

(10:57 am IST)