Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

GPSC પરીક્ષામાં રૂબરૂ ઈન્ટરવ્યુ પ્રથા રદ કરો : ટીમ ગબ્બર

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૭ : 'ટીમ ગબ્બર' સંસ્થાના કે. એચ. ગજેરા (એડવોકેટ,સુરત) તથા નયનભાઈ જોષી (એડવોકેટ, વિસાવદર) દ્વારા ચેરમેન, ગુજરાત જાહેરસેવા આયોગ, મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી, વિરોધપક્ષના નેતા, જિલ્લા કલેકટર તમામ વિગેરેને એક લેખિત ફરિયાદ કરી જણાવેલ છે કે, GPSCના ઉમેદવારોની ફરિયાદો મળી છે કે,હાલમાં ચાલતી તજજ્ઞો સમક્ષની મૌખિક રૂબરૂ ઇન્ટરવ્યૂ દરમિયાન ઘણા બધા ઉમેદવારોને તજજ્ઞો દ્વારા અન્યાય કરાયાની ઉમેદવાર દ્વારા હાઈકોર્ટ સમક્ષ પણ પીટીશન દાખલ કરી છે.જેથી GPSC ની તમામ પરીક્ષાઓમાં રૂબરૂ ઇન્ટરવ્યૂ પ્રક્રિયા બંધ કરવામાં આવે તો ઉમેદવારોને પારદર્શક ભરતીનો સંતોષ થઈ શકે તેમ છે.હમણાં આંધ્રપ્રદેશ સરકાર દ્વારા ૨૦ઓકટો-૨૦૧૯થી રૂબરૂ ઇન્ટરવ્યુ પ્રથા પણ બંધ કરેલ છે.

જો અન્ય રાજયોમાં સરકારી નોકરી માટે યોગ્ય અને લાયકાત ધરાવતા યુવાનોને અન્યાય ન થાય તે માટે રૂબરૂ ઇન્ટરવ્યૂ પ્રક્રિયા જ બંધ કરી દેવાતી હોય તો ગુજરાતની સરકારે પણ આ રૂબરૂ ઇન્ટરવ્યૂ પ્રક્રિયા બંધ કરવી જોઈએ તેમ ટીમ ગબ્બરે જણાવ્યું છે.

(10:22 am IST)