Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

મોરબીમાં એ.આર.ટી સેન્ટરના કર્મચારીઓએ બ્લેક રીબીન અને કપડા પહેરી વિરોધ નોંધાવ્યો

મોરબીની જનરલ હોસ્પીટલમાં ફરજ બજાવતા એઆરટી સેન્ટરના કર્મચારીઓ વિવિધ પડતર પ્રશ્નો અંગે માંગણીઓને લઈને વિરોધ નોંધાવી રહ્યા છે જેમાં આજે બ્લેક રીબીન અને બ્લેક કપડા પહેરીને વિરોધ દર્શાવ્યો હતો
ગુજરાત સ્ટેટ એડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા કર્મચારીઓના કોન્ટ્રાકટ નેશનલ એડ્સ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન એચ આર પોલીસી મુજબ ના કરવા તથા ૨૦૧૭ માં કોર્ટમાં ગયેલ કર્મચારીઓના એપ્રિલ ૨૦૨૧ સુધી નિયમ મુજબ મળતા હતા પણ મેં ૨૦૨૧ માં પગાર કપાત કરીને ૨૦૧૭ મુજબ કરેલ જેની સામે વિરોધ નોંધાવી રહ્યા છે એ આર ટી યુનિયન દ્વારા ગુજરાત સ્ટેટ એડ્સ કંટ્રોલ સોસાયટીના અધિકારીઓ સાથે વાટાઘાટો પણ કરેલ તેમના દ્વારા આજ સુધી કર્મચારીના હિતને ધ્યાનમાં રાખીને કોઈ પગલા લીધેલ નથી ગુજરાત એઆરટી યુનિયન દ્વારા શાંતિપૂર્ણ રીતે પત્રવ્યવહાર તથા ઉચ્ચ અધિકારીઓ સાથે વાટાઘાટો દ્વારા પોતાના હક્ક માટે લડી રહ્યા છે
  એચ.આઈ.વી પીડિત દર્દીઓની સારવાર અને નિયમિત દવાઓની જરૂરીયાતને ધ્યાને લઈને આજ સુધી કોઈ સ્થગિત, ધરણા કે સ્ટ્રાઈક કરવામાં આવી નથી જ્યાં સુધી ૨૦૧૭ માં કોર્ટમાં ગયેલ કર્મચારીઓના પગાર નિયમ મુજબ પૂરો પગાર તથા કર્મચારીઓના કોન્ટ્રાકટ નેશનલ એડ્સ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશનની એચ આર પોલીસી મુજબ નહિ કરવામાં આવે ત્યાં સુધી ગુજરાત એઆરટી કર્મચારી યુનીયનની લડત ચાલુ રહેશે તેમ કર્મચારીઓએ જણાવ્યું હતું તેમજ આજે બ્લેક રીબીન અને બ્લેક કપડા પહેરીને વિરોધ નોંધાવ્યો હતો

(10:03 pm IST)