Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

આજે છેલ્લે છેલ્લે અબડાસા, લખપતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

બપોરે મુન્દ્રામાં ૭ ઇંચ, સાંજે નખત્રાણામાં ૫ ઇંચ અને રાત્રે અબડાસા, લખપત અઢી થી ત્રણ ઇંચ, તો માંડવીમાં રાત્રે વધુ અઢી ઇંચ સાથે મેઘરાજાએ બોલાવી રમઝટ

 

ભુજ ; અંતે સૌરાષ્ટ્રનો દરિયાઈ કરંટ કચ્છમાં અનુભવાયો છે. આજે ખાસ કરીને પશ્ચિમ કચ્છમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી રમઝટ બોલાવી હતી. બપોરે મુન્દ્રામાં તોફાની ઇંચ વરસાદ પછી નખત્રાણામાં મોડી સાંજે ધુંવાધાર પાંચ ઇંચ વરસાદ પડ્યો હતો. તો, અત્યાર સુધી કોરા ધાકોડ રહેલા અબડાસા લખપતમાં હવે રાત્રે ધોધમાર અઢી થી ત્રણ ઇંચ વરસાદ સાથે મેઘરાજાએ જમાવટ કરી છે. સાથે માંડવીમાં પણ મોડેથી વધુ અઢી ઇંચ વરસાદ સાથે આજે સાડા સાત ઈંચ વરસાદ પડી ગયો છે. હવે, ભુજ વાસીઓ ઝરમર ઝરમરને બદલે ધોધમાર વરસાદની રાહ જોઈ રહ્યા છે

(11:23 pm IST)
  • જામનગર: જોડિયા તાલુકાનું હડિયાણા ગામ બેટમાં ફેરવાયું: કંકાવટી ડેમ ઓવરફ્લો થતા હળીયાણાની હાલત કફોડી: ડેમના દરવાજા ખોલતા સ્થિતિ કફોડી બની :કંકાવટી નદી ગાંડી તુર બનીને નદીના પાણી ગામમાં ઘૂસયા access_time 12:21 am IST

  • 9 જુલાઈથી પશ્ચિમ બંગાળના કંટેનમેંટન વિસ્તારમાં ફરીથી લોકડાઉન : મમતા સરકારનો નિર્ણય : તમામ સરકારી અને ખાનગી કંપનીઓ તેમજ વ્યવસાયો બંધ રહેશે : 5 થી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ : જીવન જરૂરી ચીજોની હોમ ડિલિવરી કરી શકાશે : કોવિદ -19 ના વધી રહેલા કેસને ધ્યાને લઈને લેવાયેલું કડક પગલું access_time 8:10 pm IST

  • આ વર્ષે મથુરા અને વૃંદાવનમાં સોના ચાંદીના હિંડોળાના દર્શન નહીં થઇ શકે : હિંડોળાના શણગાર માટે અનેક ભક્તોની સેવા જરૂરી : પાંચથી વધુ લોકો માટે ભેગા થવા ઉપર પ્રતિબંધ હોવાથી ઠાકોરજીને સદા હિંડોળામાં ઝુલાવાશે access_time 2:04 pm IST