Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

કચ્છના લખપતમાં હજારોની સંખ્યામાં તીડ દેખાતાં ખેડૂતોમાં ગભરાટ : અમુક તીડના ટોળાઓ નખત્રાણા તાલુકાના નાગવીરી ગામ સુધી પણ આવી ગયા

(ભુજ) કચ્છના લખપત તાલુકામાં મોટી સંખ્યામાં દેખાયેલા તીડને પગલે ખેડૂતોમાં ભય વ્યાપી ગયો છે. પાકિસ્તાન સાથે જોડતી કચ્છની રણ સરહદ નજીક લખપત તાલુકાના મુંધાન, લાખાપર, સિયોત વિસ્તારના સીમાડામાં હજારોની સંખ્યામાં તીડોએ પ્રવેશ કર્યોં હોવાનું જાણવા મળે છે.

તો અમુક તીડના ટોળાઓ નખત્રાણા તાલુકાના નાગવીરી ગામ સુધી પણ આવી ગયા છે. તીડના આક્રમણને કારણે ખેડૂતોમાં ભારે ગભરાટ જોવા મળી રહ્યો છે.

(5:50 pm IST)