Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

પડધરીના સરપદડમાં સૂરતથી આવેલા પિતા-પુત્રને કોરોના

પડધરી તા.૭ : રાજકોટ જીલ્લાના પડધરી તાલુકાના સરપદડમાં સૂરતથી આવેલા વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા તેમને તાબડતોબ સારવાર માટેહોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનો કેસ આવતા લોકોમાં ભય ફેલાઇ ગયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ પિતા શામજીભાઇ ગોકલભાઇ લુણાગરિયા (ઉ.૭૦) અને પુત્ર અરવિંદભાઇ શામજીભાઇ લુણાગરિયા (ઉ.૪૦) સૂરતથી શનિવારે આવ્યા હતા. જે બંન્નેના રિપોર્ટ પોઝીટીવ આવેલ છે.

પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર સરપદડનો સ્ટાફ અને પંચાયત સ્ટાફ તથા રાજકોટ જિલ્લા સદસ્ય પરસોત્તમભાઇ લુણાગરિયા આ કામગીરીમાં ઉપસ્થિત હતા.

સરપદડમાં ૧ શેરી કન્ટેન્ટમેન્ટ ઝોન અને ર શેરી બફર ઝોન કરેલ તથા તમામ વિસ્તારને સેનિટાઇઝ કરવામાં આવેલ. શરદી ઉધરસ તાવનો સર્વે કરવામાં આવેલ છે.

(3:09 pm IST)