Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

મોરબીમાં મેધો મહેરબાન, સૌથી વધુ ટંકારામાં ૪ ઇંચ વરસાદ

મોરબી,તા.૭ : મોરબી જીલ્લામાં મેધ મહેર યથાવત જોવા મળી હતી તો ગ્રામ્ય વિસ્તારમાં સારા વરસાદને પગલે ખેડૂતોમાં ખુશી ફેલાઈ હતી.છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ ટંકારામાં ૪ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો

મોરબી જીલ્લામાં સાવત્રિક મેધ મહેર જોવા મળી હતી.મોરબી જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકના આંકડા જોઇએતો મોરબીમાં ૫૫ એમએમ, વાંકાનેર ૪૩ એમએમ, હળવદ ૫૮ એમએમ, ટંકારા ૧૦૦ એમએમ અને માળીયામાં ૭૩ એમએમ વરસાદ નોંધાયો હતો.તો વરસાદને પગલે અનેક સ્થળે પાણી ભરાયા હતા ને વાહન ચાલકોને મુશેકલીનો સામનો કરવો પડ્યો હતો.

(11:38 am IST)