Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

બગસરાનું ખીજડીયા સંપર્ક વિહોણુ

બગસરાઃ  તાલુકામાં ખીજડીયા ગામમાં ચોમાસા દરમ્યાન ચોતરફ પાણી ફરી વળતા આ ગામ સંપર્ક વિહોણા બની જતું હોય છે તેમાં આ વર્ષે શીલાણા ગામે બનાવવામાં આવેલ ચેકડેમને પાણી સંગ્રહની ક્ષમતા વધારવા વધુ ઊંચો લેવામાં આવતા આ ચેક ડેમનું પાણી પુલ પર ભરાઈ જાય છે જેને લીધે ચોમાસા દરમિયાન ગ્રામજનોને પોતાના ગામ પહોંચવા માટે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેમજ તેના ઉપર બનેલી સડક પણ તૂટી જતા પુલ પર કિચડનું સામ્રાજય છવાઈ ગયું છે અને રસ્તા પર આવેલા ખેતરો તથા પોતાના ગામે અવર જવર દરમિયાન અનેક લોકો અકસ્માત થી પડી પણ જતા હોય છે. આ બાબતે ગ્રામજનો દ્વારા અવર જવરનો રસ્તો કાયમી શરૂ રહે તે માટે બારમાસી પુલ બનાવી આપવા માંગ કરવામાં આવી છે તે બારમાસી રોડની તસ્વીર.

(11:35 am IST)