Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

ભુજ : સાળાને ઘેર જમવા ગયેલા બનેવીને ચોરોએ લગાવ્યો ૬ લાખનો ધૂંબો

ભુજ તા. ૭ : લોકડાઉન અને અનલોક વચ્ચે ગુનાઓનો ગ્રાફ વધશે એવી દહેશત સાચી પડી રહી છે. ભુજના રહેણાંક વિસ્તારમાં ભર બપોરે થયેલી લાખોની ચોરીએ ચકચાર સર્જી છે. ભુજની ગાયત્રી સોસાયટીમાં રહેતા અને ફાયનાન્સનો વ્યવસાય કરતા રાજેશ મંગલદાસ રાજગોર બપોરે પોતાના સાળાને ઘેર સહપરિવાર જમવા ગયા હતા. ત્યારે રસોડાના દરવાજાનો નકુચો તોડીને પાછળથી ઘરમાં ઘુસેલા તસ્કરોએ કબાટમાંથી ત્રણ લાખ રોકડા, સોનાના સિક્કા, દાગીના સહિત કુલ ૬ લાખ ૩૦ હજારની મત્તા ચોરી ગયા હતા. મોટી રકમની ચોરીની ઘટનાને પગલે પોલીસે એફએસએલની ટીમ દ્વારા તથા આજુબાજુના સીસી ટીવીના ફૂટેજની તપાસ શરૂ કરી છે.

(11:34 am IST)