Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

રાજકોટના ૯ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદથી પ૩૪ થાંભલા તૂટી પડયાઃ રર૪ ગામોમાં અંધારપટઃ ટીમો દોડી

સૌથી વધુ ઘેરી અસર જામનગર-જુનાગઢ-પોરબંદર જીલ્લામાં: પ૦ થી વધુ ટીમો ઉતારાઇ... : જયોતિગ્રામ-ખેતીવાડી અને અન્ય થઇને પ૬૦ ફીડરો બંધઃ રર ટ્રાન્સફોર્મરમાં ધડાકા

રાજકોટ તા. ૭ :.. આજે સવારે પીજીવીસીએલ.ના કન્ટ્રોલ રૂમ ઉપરથી મળતી વિગતો મુજબ ભારે વરસાદને કારણે રાજકોટ જીલ્લા સહિત સંખ્યાબંધ ગામોમાં અંધારપટ છવાયો છે, વિજ થાંભલાઓ તૂટી પડયા - ફીડરો બંધ થયા -ટ્રાન્સફોર્મર ઉડયા હોય, વીજ ટીમોને દોડધામ થઇ પડી છે, કોન્ટ્રાકટરો અને સ્ટાફની થઇને પ૦થી વધુ ટીમો વરસતા વરસાદમાં વીજ પુરવઠો રાબેતા મુજબ કરવા કામે લાગી છે.

મળતી વિગતો મુજબ રાજકોટ જીલ્લાના ૯ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં પ૩૪ વીજ થાંભલા પડી ગયા છે, વાયરો  તૂટી પડયા છે. તો જયોતિગ્રામના -પ૪, ખેતીવાડીના પ૦૪ તથા અન્ય-ર મળી કુલ પ૬૦ ફીડરો બંધ થઇ ગયાનું બહાર આવ્યું છે.

આ ઉપરાંત ઉપરોકત ફીડરોને કારણે રર૪ ગામોમાં અંધાર પટ છવાયા છે, અને રર ટ્રાન્સફોર્મર ઉડયા હોવાનું સુત્રોએ ઉમેર્યુ હતું. વીજ અધિકારીઓએ જણાવેલ કે સૌથી વધુ ઘેરી અસર પોરબંદર-જૂનાગઢ-જામનગર જીલ્લામાં થઇ છે. જામનગરમાં ૩૦૯, જૂનાગઢ-પ૮, પોરબંદર-૮પ, પોલ તુટી ગયા છે. તો જામનગરના ૧૭ર, જુનાગઢ-પ૪, પોરબંદર-૪૪ અને ભુજનો -૪૩ ફીડરો બંધ હોવાનું અને જામનગર જીલ્લાના ૧૦૮ ગામોમાં વીજ પુરવઠો ખોરવાયાનું ઉમેરાયું હતું.

(11:33 am IST)