Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

અંજારમાં ઘરમાં લાગેલા એસીમાં ધડાકા સાથે આગઃ ફર્નિચર ખાખ, ૮ વર્ષની બાળકીનો આબાદ બચાવ

ભુજ,તા.૭: અંજારના કોટેશ્વર નગરમાં રહેતા લોહાણા વ્યાપારીના ઘરે ચાલુ એસીમાં ધડાકા સાથે આગ લાગતાં દોડધામ મચી જવા પામી હતી.

હરેશભાઈ મૂળજી પલણના ઘરે બેડરૂમમાં લગાડેલુ એસી ચાલુ હતું ત્યારે સવારના તેમાં એકાએક ધડાકા સાથે આગ લાગી હતી. તે સમયે રૂમમાં સુતેલી ૮ વર્ષની બાળકી ગભરાઈને જાગી ગઈ હતી.

જોકે, તે સમયે તે રૂમમાંથી બહાર દોડી જતાં તેનો બચાવ થયો હતો. આગમાં રૂમનું ફર્નિચર બળીને ખાખ થઈ ગયું હતું. આગને પગલે અંજાર પાલિકાનું ફાયર ફાઈટર પણ તરત જ આવી ગયુ હતું અને આગને કાબુમાં લઈ વધુ ફેલાતી અટકાવી હતી.

(11:31 am IST)