Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

ઉનાના સૈયદ રાજપરાની પ્રા ,શાળામાંથી બાળક ઉપાડી ગયાની અફવા :વાલીઓનો હોબાળો

ઊનાના સૈયદ રાજપરા ગામની પ્રાથમિક શાળામાથી કોઈ બાળક ઉપાડી ગયાની અફવા ફેલાતા વાલીઓ સ્કૂલે જઈ હોબાળો કર્યો હતો.સૈયદ રાજપરા ગામની પ્રાથમિક શાળામા 1200 વિદ્યાર્થીઓ  અભ્યાસ કરે છે.કોઈ શખ્સે શાળાના શિક્ષણ કાર્યને રોકવા તેમજ શિક્ષકોને બદનામ કરવા અફવા ફેલાવી હતી.નંવાબંદર મરીન પોલીસ રાજપરા પહોંચી હતી.જો કે વાલીઓ પોતાના બાળકોને લઈ ઘરે પરત ફર્યા હતા.

(10:11 pm IST)