Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

વડોદરા નજીક યુવતી પર બળાત્કાર ગુજારનારના જામીન કોર્ટે નામંજૂર કર્યા

 વડોદરા:શહેર નજીકના એક ગામમાં રહેતી ૧૮ વર્ષની અનુસૂચિત જાતિની યુવતીને ધમકાવી બળજબરીથી શરીર સંબંધ બાંધનાર યુવકની જામીન અરજી અદાલતે નામંજૂર કરી છે.

આ અંગેની  વિગત એવી છે કે કરજણ નવાબજાર હુસેન ટેકરી વિસ્તારમાં રહેતો મુઝફફર મુબારકભાઈ વોરા પટેલ છેલ્લો ઘણા સમયથી ૧૮ વર્ષની યુવતીની પાછળ પડયો હતો.

યુવતીનો અવારનવાર પીછો કરતો હતો. યુવતીને ધાકધમકી આપી કરજણ એસ.ટી. ડેપોની પાછળ લઈ જઈ બળજબરીથી શારીરીક સંબંધ પણ બાંધ્યો હતો. તે ઉપરાંત કરજણ ઓવરબ્રિજ નીચે એકાંતમાં લઈ જઈને પણ મુઝફ્ફરે યુવતી સાથે શારીરિક સંબંધો બાંધ્યો હતો.

(4:51 pm IST)