Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

જાબુંધોડામાં જેકપોટના મેસેજ આપી 65 હજારની છેતરપિંડી આચરનાર વિરુદ્ધ ફરિયાદ

જાંબુઘોડા:કૌન બનેગા કરોડપતિ''માં ૨૫ લાખ રૃપિયાનો જેકપોટ લાગ્યો હોવાના મેસેજ આપી હાલોલમાં રહેતા બે ગરીબ  ભાઈઓએ જુની મોટર સાયકલો વેચી અને ઘરેણાં ગીરો મૂકી ૧૫ દિવસમાં રૃા.૬૫ હજાર ભર્યા હોવા છતાં જેકપોટની એક પાઈ પણ નહી મળતાં તેની સાથે ઠગાઈ થઈ હતી.

પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે રહેતા અને મોટર સાયકલ પર ફરી ગેસ, કુકર, સ્ટવ રીપેરીંગ કરી પેટીયુ રળતા એક ગરીબ પરિવારના ૧૬ વર્ષના કિશોરને કૌન બનેગા કરોડપતિમાંથી ૨૫ લાખ રૃપિયાનો જેકપોટ લાગ્યો હોવાનો મેસેજ મળ્યો હતો. એની જાણ તેના મોટાભાઈને કરી હતી. મેસેજથી આવેલા નંબર પર સંપર્ક કરતા તેઓએ આ  બંનેના બ્રેઈનવોશ કરવાનું શરૃ કર્યું હતુ.

ખરેખર જેકપોટ લાગ્યો હોવાનો વિશ્વાસ આપી રૃપિયા મેળવવા બેંકનો ખાતા નંબર માગ્યો હતો. જેના માટે આધાર, બેંક પાસબુક, ફોટા વગેરે વોટસ એપ પર મંગાવ્યા હતા. ત્યારબાદ ફોન કરી જેકપોટની રકમ બેંક પર લેવા જવા જણાવી ત્યાંથી ફોન કરવા કહ્યું હતુ.  બેંક પહોંચી ફોન કરતા એક ખાતા નંબર આપ્યો હતો.

(4:50 pm IST)