Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

પેટલાદ-તારાપુર રોડ પર ટ્રકમાંથી પોલીસે 38 લાખનો દારૂનો જથ્થો ઝડપ્યો

આણંદ: જિલ્લાના પેટલાદ તારાપુર રોડ પર ગઈ કાલે મોડી સાંજે એસઓજી પોલીસે એક ટ્રકમાં લઈ જવામાં આવતો વિદેશી દારુનો જથ્થો ઝડપી લીધો હતો. તાડપત્રીની આડમાં લઈ જવામાં આવતા ફ્રિજના ખોખાની સાથે વિદેશી દારુની પેટીઓ સંતાડવામાં આવી હતી.

આ વિદેશી દારુની પેટીઓ ગણતા પોલીસને પાંચ કલાક લાગ્યા હતા.આ ટ્રકમાંથી પોલીસે ૭૫૮ પેટી વિદેશી દારુ, ૮૫ પેટી બિયર મળી કુલ ૩૮ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ટ્રક, મોબાઈલ, રોકડ મળી કુલ ૫૩,૪૭,૪૦૦/-નો મુદ્દામાલ પોલીસે કબ્જે કરી બે ઈસમોની અટકાયત કરી હતી.આ ઈસમોને કોર્ટમાં રજુ કરી પોલીસે ૧૪ દિવસના રિમાન્ડની માંગણી કોર્ટમાં કરી હતી. પરંતુ કોર્ટે મોડી સાંજ સુધી કેટલા રિમાન્ડ મંજુર કર્યા તે જોવું રહ્યું.

(4:49 pm IST)