Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

પ્રાતિંજના બાલ મંદિરમાંથી વિદેશી દારૂની ખાલી બોટલો મળી આવતા ચકચાર

પ્રાંતિજ:ની નાની ભાગોળમાં આવેલી નવયુગ યુવક મંડળ કડવા પાટીદાર નવયુગ બાલ મંદિરમાં વિદેશી દારૃની ખાલી બોટલો મળી આવતા ખળભળાટ મચી ગયો હતો.બાલમંદિરમાંથી શરાબની ખાલી બોટલો મળતાં સમગ્ર પ્રશ્ન નગરમાં ટોપ ઓપ ટાઉન બન્યો
ગુજરાત સરકારે દારૃબંધીનો કડક અમલ કર્યાનું ગુલબાંગો પોકારે છે.  વેચનારા કે પીનારા પકડાય તો કાયદાકીય રીતે સજાની જોગવાઇ છે તેમ છતાં  ભૂલકાંઓને જયાં સંસ્કારનું સિંચન કરાવાય છે એવા  સરસ્વતી ના ધામમાં શરાબની મહેફીલ થાય અને ગ્લાસ તથા ખાલી બોટલો મુકાય તે શરમ જનક બાબત છે એટલું જ નહીં બાલમંદિરની સામેજ સરદાર સાહેબની પ્રતિમા છે અને આ પ્રતિમાની સામેજ આ બોટલો જોવાં મળતાં તંત્ર અને પોલિસ માટે ના પ્રશ્ન શરમ જનક ઘટના બની હતી.

(4:48 pm IST)