Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

કામરેજ તાલુકામાં માનસિક નબળી બાળકીને અજાણ્યા શખ્સે હવસનો શિકાર બનાવતા અરેરાટી

કામરેજ: તાલુકાના એક ગામે માતા-પિતા સાથે રહેતી ૧૩ વર્ષની માનસિક નબળી બાળકીને અજાણ્યા હવસખોરે શિકાર બનાવી ગર્ભવતી બનાવી હતી. બાળકીને પેટમાં દુ:ખાવો ઉપડતા સરકારી દવાખાને લઇ જતાં વધુ તપાસ માટે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં લઇ જતાં તબીબે પાંચ માસની ગર્ભવતી હોવાનું કહી બાળકીને સારવાર માટે દાખલ કરી છે.
કામરેજ તાલુકાના એક ગામમાં મજૂરી કામ કરતા દંપતિને ત્યાં ૧૩ વર્ષ અગાઉ માનસિક નબળી બાળકીનો જન્મ થયો હતો. જન્મ સમયથી નબળી બાળકીને ઘરે મુકીને માતા-પિતા દરરોજ સવારે મજૂરી કામે જાય અને સાંજે ઘરે આવે છે. ઘરે રહેતા માનસિક નબળા ભાઇ-બહેન માટે સવારે જ જમાવાનું બનાવી જાય છે. દોઢ માસ અગાઉ ૧૩ વર્ષની બાળકીએ માતાને ફરિયાદકરી કે મને કંઇક થાય છે.
બાળકીને માસિક કોઇ વખત લંબાતો હોય માતાએ સારું થઇ જશે તેમ માની મજૂરી કામે જતી રહેતી હતી. આઠેક દિવસ અગાઉ બાળકીએ ફરી વખતા માતાને કહ્યું કે, મને પેટમાં કંઇક થાય છે. જેથી માતાએ પેટ જોતાં પેટ ઉપસેલુંહતું. જેથી ગતરોજ માતા બાળકીને લઇ સરકારી દવાખાને જતાં બાળકી ગર્ભવતી હોવાનું નિદાન કરી વધુ સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં મોકલી હતી. જ્યાં પાંચ માસન ગર્ભવતી બાળકીની  સારવાર શરૃ કરી કામરેજ પોલીસને જાણ કરાઇ હતી. પોલીસે અજાણ્યા શખ્સ વિરૃધ્ધ પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૃ કરી છે.

(4:47 pm IST)