Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

આણંદની ગ્રીડ ચોકડી નજીક વધુ બે દુકાનના તાળા તૂટતાં તપાસ હાથ ધરાઈ

આણંદ:શહેરમાં સક્રિય થયેલી તસ્કર ટોળી દ્વારા પરમદિવસની રાત્રીના સુમારે પણ ગ્રીડ ચોકડી નજીક ત્રાટકીને બે દુકાનોને નિશાન બનાવીને પાંચ હજાર જેટલી રોકડ રકમની ચોરી કરીને ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી છે. જો કે આ અંગે કોઈ પોલીસ ફરિયાદ થવા પામી નથી પરંતુ પોલીસે સીસીટીવી ફુટેજ મેળવીને તેના આધારે તપાસ હાથ ઘરી છે. 
પ્રાપ્ત વિગતો અનુસાર ત્રણેક દિવસ પહેલાં આણંદના સરદારગંજ વિસ્તારમાં આવેલી એક સોસાયટીના ત્રણ જેટલા મકાનોને નિશાન બનાવીને લાખોની મત્તાની ચોરી થયા બાદ બીજા દિવસે પણ તસ્કરો આણંદમાં ત્રાટક્યા હતા. 
બાઈક લઈને ત્રાટકેલા ત્રણ શખ્સો પહેલા વેરાઈ માતા વિસ્તારમાં જોવા મળ્યા હતા જ્યાં દુકાનોને ટાર્ગેટ બનાવે તે પહેલાં જ દુધવાળાઓની ચહલપહલ વધી જતાં આ શખ્સો ત્યાંથી ગ્રીડ ચોકડી તરફ ભાગ્યા હતા જ્યાં એક ઝેરોક્ષની દુકાન તથા તેની નજીક આવેલા એક પાનના ગલ્લાને નિશાન બનાવીને તાળા તોડી અંદર મુકેલા રોકડા પાંચ હજાર તથા કેટલીક ચીજવસ્તુઓની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. સવારે જ્યારે માલિકો દુકાને આવ્યા ત્યારે ચોરી થયાનુ ંમાલુમ પડ્યું હતુ જો કે નજીવી રકમ ચોરાઈ હોય પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતુ. ઘટનાની જાણ શહેર પોલીસને થતાં ડી સ્ટાફના જવાનો ઘટનાસ્થળે પહોચી ગયા હતા અને આસપાસના સીસીટીવી ફુટેજ મેળવીને તપાસ હાથ ઘરી છે. સીસીટીવી ફુટેજમાં પણ બાઈક સવાર ત્રણ શખ્સો દેખાઈ રહ્યા છે જેના આધારે પોલીસે તેઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

(4:45 pm IST)
  • દક્ષિણ ગુજરાતમાં દરિયાઇ પટ્ટામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે સાથે દરિયાકાંઠે વસતા માછીવારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચન કરાયું છે. ભારે આગાહી વચ્ચે વલસાડ, નવસારી, ડાંગ, તાપી, દમણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે સાથે વરસાદી માહોલ વચ્ચે વલસાડ અને વાપી સહિતાના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે તોફાની વરસાદ શરૂ થયો હતો. બીજી તરફ અમેરલીના દામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સતત એક કલાક ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વલસાડમાં 48 કલાકમાં ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે શનિવારે સાંજે ઘપમપુરમાં ત્રણ ઇંચ વરસાદ હતો. તો સુરતમાં ત્રણ કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો હોવાની માહિતી મળી હતી. આ સાથે આસપાસના વિસ્તારોમાં 1થી 2 ઇંચ વરસાદ પડ્યો હોવાની માહિતી મળી રહી છે. access_time 1:20 am IST

  • સુરેન્દ્રનગરમાં એ ડિવિઝનમાં ફરજ બજાવતા એએસઆઇ અને એક કોન્સ્ટેબલ રૂપિયા 10 હજારની લાંચ લેતા ACBએ રંગે હાથ ઝડપી પાડ્યા:બંનેએ પ્રોહિબિશનનો ગુનો દાખલ નહીં કરવા માટે લાંચ માગી હતી.:એસીબીના છટકામાં આબાદ સપડાયા access_time 1:32 am IST

  • વલસાડ: મધુબન ડેમના 8 દરવાજા અચાનક ખોલાતા કુદરતી હાજતે ગયેલ એક યુવક પુલ પર ફસાયો: વાસના રખોલી નજીકની પુલ પરની ઘટના:ડેમ માં થી પાણી છોડાતા દમણગંગા નદી માં પાણી નું સ્તર વધતા યુવક ફસાયો:પુલ પર ફસાયેલા યુવક ને બચાવવા ફાયર બ્રિગેડ , ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને પોલીસની ટીમો કામે લાગી access_time 2:03 pm IST